World Cup 2019: સ્ટાર્કના નામે નવો રેકોર્ડ, એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
સ્ટાર્કે જ્યારે જોની બેયરસ્ટોને આઉટ કર્યો તો તેણે વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે વિશ્વ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક નવો ઈતિહાસ રચી દીધો છે. સ્ટાર્કે જ્યારે જોની બેયરસ્ટોને આઉટ કર્યો તો તેણે વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સ્ટાર્કે તોડ્યો મૈક્ગ્રાનો રેકોર્ડ, બન્યો નંબર વન
વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૈક્ગ્રાના નામે હતો. મૈક્ગ્રાએ 2007ના વિશ્વ કપમાં સૌથી વધુ 26 વિકેટ ઝડપી હતી. હવે ઓસ્ટ્રેલિયાના જ મિશેલ સ્ટાર્કે તેને પાછળ છોડી દીધો છે અને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. સ્ટાર્કના નામે અત્યાર સુધી આ વિશ્વકપમાં 27 વિકેટ થઈ ગઈ છે.
વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ
- 27 વિકેટ, સ્ટાર્ક, 2019
- 26 વિકેટ, મૈક્ગ્રા, 2007
- 23 વિકેટ વાસ, 2003
- 23 વિકેટ મુરલીધરન, 2007
- 23 વિકેટ, શોન ટૈટ, 2007
- 22 વિકેટ, બ્રેટ લી, 2003
- 22 વિકેટ બોલ્ટ, 2015
- 22 વિકેટ, સ્ટાર્ક, 2015