હેમિલ્ટન(ન્યૂઝિલેન્ડ): ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે પોતાના નામે વધુ એક ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડ ત્રીજી વન ડે મેચ મિતાલી રાજની કારકિર્દીની 200મી વન ડે મેચ હતી. 35 વર્ષની મિતાલી રાજ 200 વન ડે મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડમાં વન ડે મેચની શ્રેણી રમી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલીએ 25 જૂન, 1999ના રોજ આયરલેન્ડ સામે પોતાની પ્રથમ વન ડે રમી હતી. આ મેચમાં મિતાલીએ શાનદાર સદી ફટકારી હતી. ત્યાર બાદ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન દુનિયાની સૌથી વધુ વન ડે મેચ રમનારી મહિલા ખેલાડી હતી. એ સમયે તેણે ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચારલેટ એડવર્ડ્સના 191 વન ડે મેચના રેકોર્ડને તોડ્યો હતો. 


ભારતની 263માંથી 200 મેચમાં રમી છે મિતાલી 
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધી 263 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી છે. જેમાંથી 200માં મિતાલી રમી ચૂકી છે. તેની પ્રથમ મેચ બાદ મહિલા ક્રિકેટ ઈન્ડિયાએ 213 મેચ રમી ચૂકી છે. 


ક્રિકેટના એવા રેકોર્ડ જેના પર માત્ર ભારતનું નામ


મિતાલીના અનોખા રેકોર્ડ 


  • મિતાલી વન ડે મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાને નામે ધરાવે છે. અત્યારે તેના નામે 6622 રન છે. 

  • મિતાલી અત્યાર સુધી વન ડે મેચમાં 7 સદી અને 52 અડધી સદી ફટકારી ચૂકી છે. 

  • મિતાલી રાજે 19 વર્ષ 219 દિવસ સુધી વન ડે મેચ રમી છે. જો પુરુષોની સાથે તેને સામેલ કરવામાં આવે તો આ બાબતે તે ચોથા સ્થાને છે. તેનાથી આગળ સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને જાવેદ મિયાંદાદ છે. 

  • મિતાલી કોઈ પણ દેશ માટે સૌથી વધુ વન ડે મેચમાં કેપ્ટનશીપ કરનારી પણ પ્રથમ મહિલા ખેલાડી છે. 


ICC World Cup 2019 : દ્વવિડે ટીમ ઇન્ડિયા માટે કરી મોટી આગાહી, જાણીને ચડી જશે શેર લોહી


200મી વન ડે યાદગાર ન બની 
200મી વન ડે મેચ તેની યાદગાર ન બની. આ મેચમાં તે માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય મહિલા ટીમને 44 ઓવરમાં માત્ર 149 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડની એના પેટરસન અને લી તાહૂહૂએ શાનદાર બોલિંગ કરી હતી. પેટરસને ચાર વિકેટ, જ્યારે તાહુહૂએ ત્રણ વિકેટ લીધી હતી. 


39 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી ભારતની 
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને ભારતની 3 વિકેટ 39 રન પર પાડી દીધી હતી. સ્મૃતિ મંધાના(1), જેમિમાહ રોડ્રીગ્ઝ (12) અને કેપ્ટન મિતાલી રાજ (9) રન બનાવીને આઉટ થઈ ગયી હતી. ભારતીય ટીમ માટે સૌથી વધુ રન દીપ્તી શર્મા(52) અને હરમનપ્રીત કૌર (24)એ બનાવ્યા હતા. ઝુલન ગોસ્વામી 12 રને નોટ આઉટ રહી હતી. ભારતીય મહિલા ટીમ 149 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...