ક્રિકેટના એવા રેકોર્ડ જેના પર માત્ર ભારતનું નામ
ભારતીય ટીમ આશરે 87 વર્ષ (વર્ષ 1932)થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહી છે. આજે ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1, વનડે અને ટી20I રેન્કિંગમાં નંબર 2ના સ્થાન પર છે. આટલા વર્ષોમાં ભારતીય ખેલાડીઓએ પોતાની ક્રિકેટની કળાને એ રીતે ચમકાવી કે ક્રિકેટના ઘણા રેકોર્ડ પર પોતાનું નામ લખી દીધું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એવા રેકોર્ડ્સ જેના પર ભારતીય ખેલાડીઓને છે કબજો.....
ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક
કોઈપણ ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિકની વાત કરીએ તો અહીં પણ ભારતીય ફાસ્ટ બોલરનું નામ આવે છે. આ સિદ્ધિ 2006માં ઇરફાન પઠાણે પોતાના નામે કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ કરાચી ટેસ્ટમાં ઇરફાન પઠાણે સલમાન બટ્ટ, યૂનિસ ખાન અને મોહમ્મદ યુસૂફને આ મેચની પ્રથમ ઓવરમાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા બોલ પર આઉટ કર્યા હતા.
ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 10 વિકેટ
ટેસ્ટ ક્રિકેટનો આ એક નવાબ રેકોર્ડ છે. આ રેકોર્ડની બરોબરી કરી શકાય પરંતુ તોડી શકાય તેમ નથી. ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 2 વાર બન્યું છે, જ્યારે એક બોલરે એક ઈનિંગમાં તમામ 10 વિકેટ પોતાના નામે કરી હોય. સૌથી પહેલા 1956માં ઈંગ્લેન્ડના જિમ લેકરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 53 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ 1999માં અનિલ કુંબલેએ પાકિસ્તાન વિરુદ્ધ ફિરોઝશાહ કોટલા ટેસ્ટમાં 74 રન આપીને આ સિદ્ધિ મેળવી હતી.
ટેસ્ટમાં સદીઓની પર્દાપણ હેટ્રિક
ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને જ્યારે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી, તો તેમણે શરૂઆત 3 ટેસ્ટ રમીને ત્રણેયમાં સદી ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો હતો. 1984-85માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝમાં પર્દાપણ કરનાર અઝહરે કોલકત્તામાં 110, ચેન્નઈમાં 105 અને પછી કાનપુરમાં 122 રન ફટકારીને સદીની પર્દાપણ હેટ્રિક ફટકારી દીધી હતી. આજે પણ આ રેકોર્ડ છે અને અત્યાર સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
Trending Photos