મોઈન અલીએ સૌથી ઝડપી અર્ધસદી ફટકારી, પરંતુ યુવરાજના રેકોર્ડથી ઘણો દૂર રહ્યો
સાઉથ આફ્રિકા સામે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 6 વિકેટે 234 રન બનાવ્યા. આ ટી-20 ઈંગ્લેન્ડનો બીજો પોતાનો સૌથી મોટો સ્કોર રહ્યો. મોઈને આક્રમક બેટિંગ કરતાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. મોઈને 18 બોલમાં 52 રનની ઈનિંગ્સ રમી. જ્યારે સાઉથ આફ્રિકા માટે 21 વર્ષની ટ્રિસ્ટન સ્ટબ્સે 28 બોલમાં 72 રનની ઈનિંગ્સ રમી. આ બેટ્સમેને ઈનિંગ્સમાં 8 સિક્સ ફટકારી.
બ્રિસ્ટલ: ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીએ બેટથી ધમાલ મચાવતાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો પહેલો ખેલાડી બની ગયો છે. જોકે ઓવરઓવ વર્લ્ડ રેકોર્ડમાં તે યુવરાજ સિંહથી ઘણો પાછળ છે. મોઈન અલીએ આ ઝડપી અર્ધસદી સાઉથ આફ્રિકા સામે 27 જુલાઈએ બ્રિસ્ટલમાં રમાયેલી મેચમાં ફટકારી. મોઈને આક્રમક બેટિંગ રમતાં 16 બોલમાં અર્ધસદી ફટકારી. મોઈને 18 બોલમાં 52 રનની ઈનિંગ્સ રમી. મોઈન પહેલાં લિયામ લિવિંગ્સ્ટોને 17 બોલમાં ઝડપી અર્ધસદી ફટકારી હતી. પરંતુ હવે મોઈને તેનો રેકોર્ડ તોડી નાંખ્યો અને તે ઈંગ્લેન્ડ માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 16 બોલમાં અર્ધસદી ફટકારનારરો ખેલાડી બની ગયો છે.
યુવીના નામે છે સૌથી ઝડપી અર્ધસદીનો વર્લ્ડ રેકોર્ડ:
ઓવરઓલ સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના નામે છે. તેણે 2007 ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે યુવીએ 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે ઈનિંગ્સ દરમિયાન યુવરાજે બ્રોડની બોલિંગમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી. મોઈન યુવરાજ સિંહનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો હતો.
આ પણ વાંચોઃ માર્ટિન ગુપ્ટિલ ટી-20નો કિંગ બન્યો, ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો
ટી-20 ઈન્ટરનેશનલ: સૌથી ઝડપી અર્ધસદી ફટકારનારા ખેલાડી
યુવરાજ સિંહ, ભારત - 12 બોલ
મિર્ઝા અહસાન, ઓસ્ટ્રિયા - 13 બોલ
કોલિન મુનરો, ન્યૂઝીલેન્ડ - 14 બોલ
રમેશ સતીશન, રોમાનિયા - 14 બોલ
ફૈઝલ ખાન, સઉદી અરબ - 15 બોલ
શાઈ હોપ, વેસ્ટ ઈન્ડિઝ - 16 બોલ
માર્ટિન અકાયેઝુ, રવાન્ડા - 16 બોલ
મોઈન અલી, ઈંગ્લેન્ડ - 16 બોલ
આ પણ વાંચોઃ હવે ભારત બનશે વૈશ્વિક ફલક પર રમતગમતનું પાવરહાઉસ!, નીતા અંબાણીએ શું કહ્યું તે ખાસ જાણો
21 વર્ષના ટ્રિસ્ટને પોતાની ઈનિંગ્સમાં 8 સિક્સ ફટકારી:
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડની ટીમે 6 વિકેટે 234 રન બનાવ્યા. આ ટી-20માં ઈંગ્લેન્ડનો પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. તેમાં જોની બેરસ્ટોએ 53 બોલમાં 90 રનની ઈનિંગ્સ રમી. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 8 વિેકેટે 193 રન જ બનાવી શકી. અને 41 રનથી મેચમાં હાર મળી. ટીમ માટે 21 વર્ષના ટ્રિસ્ટન સ્ટબ્સે 28 બોલમાં 72 રનની ઈનિંગ્સ રમી. જેમાં આ યુવા બેટ્સમેને 8 સિક્સ ફટકારી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube