Martin Guptil ટી-20નો કિંગ બન્યો, ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો

ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. કોહલી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમનો ભાગ નથી. કીવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ આ યાદીમાં પહેલા અને રોહિત શર્મા બીજા નંબરે છે. ગપ્ટિલે સ્કોટલેન્ડ સામે ટી-20 મેચ દરમિયાન રોહિત શર્માને પાછળ છોડ્યો છે.

Martin Guptil ટી-20નો કિંગ બન્યો, ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો

એડિનબર્ગ: ન્યૂઝીલેન્ડનો ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ હવે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બની ગયો છે. માર્ટિન ગુપ્ટિલે બુધવારે એડિનબર્ગમાં સ્કોટલેન્ડ સામે પહેલી ટી-20 ઈન્ટરનેશનલમાં 40 રનની ઈનિંગ્સ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી લીધી. ગપ્ટિલે આ મામલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.

માર્ટિન ગુપ્ટિલની સિદ્ધિ:
માર્ટિન ગુપ્ટિલના નામે હવે 116 ટી-20 ઈન્ટરનેશનલમાં 32.37ની એવરેજથી 3399 રન બની ગયા છે. આ દરમિયાન ગુપ્ટિલના બેટમાંથી બે સદી અને 20 અર્ધસદી નીકળી છે. આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબરે છે. જેણે 128 મેચમાં 3379 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 26 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ યાદીમાં ત્રીજા નંબરે વિરાટ કોહલી છે. કોહલીએ અત્યાર સુધી 99 મેચમાં 50.12ની એવરેજથી 3308 રન બનાવ્યા છે. જેમાં 30 અર્ધસદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. આયરલેન્ડનો પોલ સ્ટર્લિંગ 2894 રન સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયાનો ખેલાડી એરોન ફિંચ 2855 રન સાથે પાંચમાં ક્રમે છે.

ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન:

માર્ટિન ગુપ્ટિલ - 116 મેચ, 3399 રન

રોહિત શર્મા  - 128 મેચ, 3379 રન

વિરાટ કોહલી - 99 મેચ, 3308 રન

પોલ સ્ટર્લિંગ - 107 મેચ, 2894 રન

એરોન ફિંચ - 92 મેચ, 2855 રન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news