દૂબઈ :કેટલાક ક્રિકેટર્સે (Cricket) રિટાયર્ટ થવાની જાહેરાત કરતા કંઈક અલગ રીત અપનાવી છે. બ્રેક લેવાની. માનવામાં આવી રહ્યું છે કે, પ્લેયર્સ પોતાના દેશની ટીમમાં સિલેક્શન ન થવા પર પોતાની નારાજગી માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાન (Pakistqan) ના પેસર વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માંથી બ્રેક લીધો હતો. હવે આ મામલામાં ઈંગ્લેન્ડ (England)ના મોઈન અલી (moin Ali)નું નામ પણ સામેલ થયું છે. સંયોગ એ પણ છે કે, હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB)પોતાના પ્લેયર્સ (Cricketers) માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. તેમાં ટેસ્ટ કોન્ટ્રાક્ટમાં મોઈન અલીનું નામ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન 


શું આ માત્ર સંયોગ છે
અલીના આ નિર્ણય પર તેમના ટાઈમિંગને બહુ જ પસંદ કરવામાં આવ્યો છે. મોઈને એવા સમયે બ્રેકની જાહેરાત કરી છે, જ્યારે તેમનું નામ એ ટેસ્ટ સંબંધિત પ્લેયર્સના લિસ્ટમાં નામ નથી. આવામાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, ક્યાંક અલીએ આ નિર્ણય નારાજગીમાં તો નથી લીધો ને. જોકે, ઈસીબી તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી. ઈસીબી પણ અલીના આ નિર્ણયને સપોર્ટ કરે છે તેવુ લાગે છે. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :


કરીનાની બર્થડેમાં જોવા મળ્યું 'KISS of Love', જુઓ Inside Photos અને Video


આ પ્લેયર્સ છે કોન્ટ્રક્ટેડ
તો મોઈન અલી વનડે/ટી-20ના કોન્ટ્રક્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આર્ચર, બેયરસ્ટો, જોસ બટલર, જોએ ડેનલે, ઈયોન મોર્ગન, આદિલ રાશિદ, જોએ રુટ, જેસન રોટ, બેન સ્ટોક્સ, ક્રિસ લોક્સ, માર્ક વુડને સ્થાન મળ્યું છે. 32 વર્ષીય મોઈન અલી આ ગરમીના સત્રમાં આઈસીસી  વર્લ્ડ કપ રમ્યા હતા. જેના બાદ તેઓ આયરલેન્ડની સામે ટેસ્ટ મેચમાં રમ્યા હતા. તેના બાદ તેઓ તરત એશેઝ ટેસ્ટ સીરિઝના પહેલા ટેસ્ટ મેચમાં રમ્યા હતા.