Mohammed Shami: આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં આ વખતે ધાકડ ઝડપી બોલર મોહમ્મદ શમી પણ લિસ્ટમાં છે. ગુજરાત ટાઇટન્સે આ બોલરને રિલીઝ કર્યો છે. જે બાદ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે શમીની આઈપીએલ કિંમત અંગે ટિપ્પણી કરી હતી. માંજરેકરે કહ્યું હતું કે આ વખતે શમીની આઈપીએલ કિંમતમાં ભારે ઘટાડો થઈ શકે છે. જે બાદ હવે મોહમ્મદ શમીએ સંજય માંજરેકરને મુંહતોડ જવાબ આપ્યો છે. માંજરેકરે ભવિષ્યવાણી કરી હતી કે ઈજાને કારણે તેની ગેરહાજરી અને તેની બોલિંગ પર પડના પ્રભાવને જોતા ફ્રેન્ચાઇઝીસ ફાસ્ટ બોલર પર ભારે ખર્ચ કરવામાં થોડું વિચારશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શમીનો પલટવાર
સંજય માંજરેકર પર પલટવાર કરતા મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'બાબા કી જય હો! કૃપા કરીને થોડું જ્ઞાન બચાવીને રાખો કારણ કે આ ભવિષ્યમાં તમારા કામ આવશે. જો કોઈ ભવિષ્ય વિશે જાણવા માંગે છે, તો કૃપા સર (સંજય માંજરેકર)ને મળો.'



આ પહેલીવાર નથી કે જ્યારે સંજય માંજરેકરની ટિપ્પણીથી કોઈ ક્રિકેટરે નારાજગી વ્યક્ત કરી હોય. અગાઉ રવીન્દ્ર જાડેજા પણ ઘણીવાર માંજેકર પર પલટવાર કરી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ઘણીવાર સંજય માંજરેકર ટીમ ઈન્ડિયા અથવા તો ખેલાડી વિરુદ્ધ ટિપ્પણી કરતા જોવા મળે છે.


IPL 2025 પહેલા ફિટ થયો શમી
લાંબા સમય સુધી ઈંજરી સામે ઝઝૂમ્યા બાદ મોહમ્મદ શમી હવે મેદાન પર શાનદાર કમબેક કરી ચૂક્યો છે. શમીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મુકાબલો વનડે વર્લ્ડકપ 2023માં રમ્યો હતો. આ ટૂર્નામેન્ટ શમી માટે ઘણી શાનદાર રહી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ રહ્યો હતો. હવે રણજીમાં રમતા જ પહેલી મેચમાં શમીએ 7 વિકેટ ઝડપી છે. ત્યારબાદ તેમણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સામે કરવાની અટકળો ચાલી રહી છે.