Mohsin Khan Replaces Avesh Khan In LSG Team: લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને મોટું નુકસાન થયું છે. આઈપીએલ 2022 ની 37 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનઉની ટીમ આ મેચમાં તેના ઘાતક બોલર વગર મેદાનમાં ઉતરી છે. આઇપીએલની સીઝનમાં આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે, પરંતુ ઇજાગ્રસ્ત થવાને કારણે તે મેચમાં ભાગ લઈ શક્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉની ટીમમાં મોટો ફેરફાર
આજની મેચમાં લખનઉની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવેશ ખાન ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયો અને તેની જગ્યાએ મોહસિન ખાનને સામેલ કરવામાં આવ્યો છે. આવેશ ખાને આ સીઝનમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 8.29 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ હાંસલ કર્યા છે. આવેશ ખાને ગત સીઝનમાં 24 વિકેટ ઝડપી હતી. તે આપીએલ 2021 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની લિસ્ટમાં બીજા નંબર પર હતો. લખનઉની ટીમે આવેશ ખાનને 10 કરોડમાં ખરીદ્યો હતો.


IPL 2022 માં આ 3 ખેલાડી પોતાના દમ પર બદલી શકે છે આખી મેચ, હજુ સુધી નથી મળ્યો રમવાનો ચાન્સ


મુંબઇ પાસે હારનો બદલો લેવાની તક
મુંબઇ ઇન્ડિયન્સે આ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમ વચ્ચે આ સીઝનની બીજી મેચ છે. અગાઉની મેચમાં મુંબઇની ટીમે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ પાસે આ મેચમાં પહેલી હારનો બદલો લેવાની તક છે અને સીઝનની પહેલી જીત નોંધાવવાની પણ તક છે. મુંબઇ ઇન્ડિયન્સ આ સીઝનમાં 7 મેચ રમી છે. જેમાં ટીમે તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube