7.6 ફૂટનો ક્રિકેટર મુદસ્સર, પીએસએલમાં લાહોર કલંદર્સ તરફથી રમવાની આશા
પાકિસ્તાનને આવનાર સમયમાં સૌથી ઉંચા કદનો પેસર મળી શકે છે. લાહોરના મુદસ્સર ગુજ્જરને પીએસએલમાં તક આપવામાં આવી શકે છે. આશા છે કે તે એક દિવસ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં રમતો જોવા મળશે.
નવી દિલ્હીઃ 7 ફૂટ 6 ઇંચના લાંબા મુદસ્સર ગુજ્જરને પાકિસ્તાન સુપર લીગની ટીમ લાહોર કલંદર્સે પોતાના ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં સામેલ કર્યો છે. આશા છે કે તે પીએસએલમાં રમશે.
ડોક્ટર માને છે હોર્મોનલ સમસ્યા
મુદસ્સરે બ્રિટિશ વેબસાઇટ ડેલી મેચને કહ્યુ- 'હું મારા કદને ઈશ્વરનો આભાર માનુ છું, પરંતુ ડોક્ટરે તેને હાર્મોનલ પ્રોબ્લેમ ગણાવ્યો છે. હું મારી લંબાઈને કારણે ઝડપથી ભાગી શકુ છું અને આગળ ચાલીને વિશ્વનો સૌથી ઝડપી ફાસ્ટ બોલર બની શકુ છું.'
પ્રાઇમરી સ્કૂલમાં કદ હતું 6 ફૂટ, શૂઝની સાઇઝ છે 23.5
મુદસ્સરે જણાવ્યુ કે, પ્રાઇમરી સ્કૂલમાં તેનુંકદ 6 ફૂટ થઈ ગયું હતું. તેણે જણાવ્યું કે, તેના સૂઝની સાઇઝ 23.5 છે અને લાંબા કદને કારણે તે કાર ચલાવી શકતો નથી. તેણે ડેલી મેલને કહ્યું- 'મેં 7 મહિના પહેલા ટ્રેનિંગ શરૂ કરી હતી. મહામારીને કારણે તે વચ્ચે બંધ થઈ ગઈ. આશા છે કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર વિશ્વનો સૌથી લાંબો બોલર બનીશ.'
વાંચો આઈપીએલના તમામ સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube