Most Runs in International Cricket: હાલમાં જ એક ભારતીય ખેલાડીએ વન-ડે ક્રિકેટમાં એક અનોખો કિર્તિમાન પોતાના નામે કર્યો છે. જ્યાં હજુ સુધી મોટા-મોટા ખેલાડીઓ નહોંતા પહોંચી શકતા ત્યાં પહોંચીને આ ખેલાડીએ પોતાનો ડંકો વગાડ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ એન.જગદીશન. વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્માના નામ પર છે. લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન ઇંગ્લેંડના અલી બ્રાઉનના નામ પર છે, પરંતુ ભારતના એક યુવા બેટ્સમેને આ બંને ખેલાડીઓને પછાડીને લિસ્ટ-એ ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધું છે. 'વનડે' ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યા એન.જગદીશન. જેણે રોહિત શર્માનો 264 રનનો તોડ્યો રેકોર્ડ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઘરેલૂ ક્રિકેટમાં અત્યારે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2022) રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમિલનાડુ માટે રમનાર બેટ્સમેન એન જગદીશન એ લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. એન જગદીશન ()એ આ ઐતિહાસિક ઇનિંગ અરૂણાચલ પ્રદેશના વિરૂદ્ધ રમી.ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન છે મોખરે, જાણો ટોપ-10 લિસ્ટમાં કોણ કોણ છે તેના પર કરીએ એક નજર...


  • પ્રથમ નંબરે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ આવે છે. 664 આંતરરાષ્ટ્રીય મેચમાં 74 વખત નોટ આઉટ રહીને 34357 રન બનાવ્યા છે.

  • બીજા નંબરે રહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ 594 આંતરરાષ્ટ્રીય મેચમાં 67 વખત અણનમ રહીને 28016 રન બનાવ્યા છે.

  • ત્રીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 668 આંતરરાષ્ટ્રીય મેચમાં 70 વખત અણનમ રહીને 27483 રન નોંધાવ્યા છે.

  • ચોથા ક્રમે રહેતા શ્રીલંકાના જયવર્ધનેએ 725 આંતરરાષ્ટ્રીય મેચમાં 62 વખત નોટઆઉટ રહીને 25957 રન બનાવ્યા છે.

  • પાંચમા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલીસે 519 આંતરરાષ્ટ્રીય મેચમાં 97 વખત અણનમ રહીને 25534 રન બનાવ્યા છે.

  • છઠ્ઠા ક્રમે રહેલા ભારતના વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 479 મેચમાં 80 વખત નોટ આઉટ પહીને 24426 રન બનાવ્યા છે.

  • સાતમાં ક્રમે રહેલા ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડે 509 આંતરરાષ્ટ્રીય મેચમાં 72 વખત અણનમ રહીને 24208 રન બનાવ્યા છે.

  • આઠમા ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 430 આંતરરાષ્ટ્રીય મેચમાં 38 વખત અણનમ રહીને 22358 રન નોંધાવ્યા છે.

  • નવમા ક્રમે રહેલા શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 586 આંતરરાષ્ટ્રીય મેચમાં 35 વખત અણનમ રહીને 21032 રન બનાવ્યા છે.

  • 10માં ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલે 454 આંતરરાષ્ટ્રીય મેચમાં 94 વખત નોટ આઉટ રહીને 20988 રન બનાવ્યા છે.


ઉલ્લેખનીય છેકે, માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતાં સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ બોલે છે. જેમાંથી એક સૌથી વધુ રન બનાવવાનો છે. આ રેકોર્ડની આસપાસ હાલનો કોઈ ક્રિકેટર પણ નથી. ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 664 આંતરરાષ્ટ્રીય મેચમાં 74 વખત નોટ આઉટ રહીને 34357 રન બનાવ્યા છે. ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન છે મોખરે છે. સચિન બાદ ક્રમશ સંગાકારા, રિકી પોન્ટિંગ, જયવર્ધને, જેક કાલિસ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, જય સૂર્યા અને શિવનારાયન ચંદ્રપોલનું નામ આ લિસ્ટમાં સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube