MS Dhoni income: આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે. ઈન્કમટેક્સ વિભાગે પુષ્ટિ કરી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની 2022-23માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ છે. ધોની 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થયો હતો પરંતુ તેનાથી તેની આવક પર કોઈ અસર થઈ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન


વર્ષ 2022-23માં તેમની આવક પાછલા વર્ષની આવક જેટલી છે જે આવકવેરા વિભાગને તેમની એડવાન્સ ટેક્સ ચુકવણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. ધોનીએ આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આવકવેરા વિભાગને કુલ રૂ. 38 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. ગયા વર્ષે પણ તેણે એડવાન્સ ટેક્સ જેટલી જ રકમ ભરી હતી. વર્ષ 2020-21માં ધોનીએ 30 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો.


આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોની આ વર્ષે પણ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર છે. નિષ્ણાતોના મતે ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ પ્રમાણે તેની આવક લગભગ 130 કરોડ રૂપિયા થાય છે. 2019-20માં તેણે 28 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો. તેણે 2018-2019માં પણ આટલી જ રકમ ચૂકવી હતી. આ પહેલા ધોનીએ 2017-18માં 12.17 કરોડ રૂપિયા અને 2016-17માં 10.93 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ક્રિકેટરે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને રાંચીમાં તેની પાસે 43 એકર ખેતીની જમીન છે.


આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube