Dhoni Fan viral video : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર નબળી સુરક્ષા સામે આવી છે. ગઈકાલે સ્ટેડિયમમાં સીએસકે અને ગુજરાત વચ્ચે ચાલી રહેલી મેચમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. ચાલુ મેચમાં એક ફેન અચાનક ધોની પાસે ધસી આવ્યો હતો. તે ધોનીના પગે લાગ્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસે ભાવનગરના આ ફેનને પકડી લીધો હતો. આ ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ થોડા સમય માટે રોકી દેવાઈ હતી 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને ફેન ધોની પાસે પહોંચ્યો અને તેના પગે પડ્યો. એટલું જ નહિ, આ ફેનએ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો. આ પછી ફિલ્ડ સિક્યોરિટી કર્મીઓ પહોંચ્યા અને તે વ્યક્તિને મેદાનની બહાર લઈ ગયા. આ ફેનના આવવાના કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર ધોનીના ચાહકોની આવી દિવાનગી જોઈને વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું છે.


દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી


 


ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં આવશે વરસાદ


બીજીવાર બની આવી ઘટના, જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે 
સ્ટેડિયમ પર સુરક્ષા આપવામાં અમદાવાદ પોલીસ ફરી એકવાર નબળી સાબિત થઈ છે. ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષામા ચૂકનો વધુ એક કિસ્સો સામે આવતા તેની ગંભીર નોંધ લેવાઈ છે. ધોનીનો ફેન જાળી કૂદીને મેદાનમાં કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. જવાબદાર અધિકારીઓની નજર સામે ફેન ધોની સુધી પહોંચી ગયો હતો. પોલીસે ભાવનગરના જય જાનીને ઝડપી ગુનો નોંધ્યો છે. આ અગાઉ પણ પેલેસ્ટ્રીયન યુવક આ રીતે ઘૂસ્યો હતો. ત્યારે બીજીવાર બનેલી આ ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે. 


ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેક