નવી દિલ્હી: આઈપીએલ 2021ની પહેલી ક્વોલિફાયરમાં એમ એસ ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો. માહીના આ અવતારની તો ક્રિકેટ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટને વિનિંગ શોટ લગાવીને પોતાની ટીમને એકવાર ફરીથી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચાડી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7માં નંબરે ઉતરી અપાવી જીત
ઋતુરાજ ગાયકવાડના આઉટ થતા જ એમએસ ધોની 7માં નંબરે બેટિંગ માટે ઉતર્યો. તે સમયે ચેન્નાઈ સુપરકિંગ્સનો સ્કોર 149/5 હતો. કેપ્ટન કૂલે માત્ર 6 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 18 રન કરી નાખ્યા. 


માહી છે તો શક્ય છે
એક સમયે એવું લાગતું હતું કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી જશે. પરંતુ એમ એસ ધોનીએ ફરીથી એકવાર અશક્યને શક્ય બનાવી દીધુ અને ચોગ્ગો ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સને યાદગાર જીત અપાવી દીધી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube