ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં વર્ષ 2011 ની વનડે વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર ઇનિંગ રમીને જીતી લીધા હતા. હવે બંને દિગ્ગજ બેટ્સમેનોના ફેન્સ સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા છે. તેમાં ગૌતમ ગંભીરના પાલતૂ ડોગ અને ધોની ના બિસ્કીટને લઇને તકરાર થઇ ગઇ છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dhoni એ લાઇવમાં કહી હતી આ વાત
મહેન્દ્રા સિંહ ધોની (MS Dhoni) એ 25 સપ્ટેમ્બરના રોજ ફેસબુક લાઇવમાં ઓરિયો નામની બિસ્કીટ લોન્ચ કરી. તેમણે તેનું કનેક્શન વર્ષ 2011 વર્લ્ડ સાથે પણ જણાવ્યું. ધોનીએ કહ્યું કે 2011 માં ઓરિયો બિસ્કુટ લોન્ચ થઇ હતી અને આ વર્ષે ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. હવે 2022 માં પણ વર્લ્ડ કપ છે અને આ વર્ષે કંપનીએ ફરી એકવાર ઓરિયો બિસ્કીટ લોન્ચ કરી છે. 



Gautam Gambhir એ શેર કર્યો હતો વીડિયો
ગૌતમ ગંભીર (Gautam Gambhir ) એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે છોકરીઓને ખોળામાં લીધી છે. તો બીજી તરફ વીડિયોમાં એક ડોગ જોવા મળી રહ્યો છે. ગૌતમ ગંભીરની પુત્રી ડોગને ઓરિયોના નામથી બોલાવે છે. બસ ત્યારબાદ સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થઇ ગયો અને ધોની ફેન્સ એમ માનવા લાગ્યા કે ગૌતમ ગંભીરે જાણીજોઇને આ વીડિયો શેર કર્યો છે. 


સામસામે આવી ગયા ધોની-ગંભીરના ફેન્સ
ગૌતમ ગંભીરે પોતાની પોસ્ટમાં ક્યારેય પન ધોની અને તે બિસ્કીટના નામનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પછી સોશિયલ મીડિયા પર એક યૂઝરે ધોની માટે કહ્યું કે તે વિચારે છે કે આપણે વર્લ્ડ કપ બિસ્કીટના લીધે જીત્યો છે. યૂઝરે યુવરાજ સિંહનો ફોટો પણ લગાવ્યો છે. જ્યારે ધોનીના ફેન્સે બચાવ કરતાં લખ્યું કે 'ગૌતમ ગંભીરની પોસ્ટ ડોટર્સ ડે પર હતી કે ધોની અને ડોગ ઉપર. ઓરિયો ખૂબ જ કોમન નામ છે, જે પાલતૂ ડોગનું રાખવામાં આવે છે. 




ભારતે 2011 માં જીત્યો વર્લ્ડકપ
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડીયાએ વર્ષ 2011 ના વર્લ્ડકપ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે 97 રનોની તોફાની ઇનિંગ રમી. તો બીજી તરફ ધોનીએ ફિનિશરની ભૂમિકા ભજવતાં 91 રન બનાવ્યા હત. તેના લીધે ટીમ ઇન્ડીયાએ 6 વિકેટથી જીત નોંધાવી હતી.