PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, માહીએ આપ્યો આ જવાબ
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ દુનિયાભરના લોકોએ ધોનીને લઇને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ દુનિયાભરના લોકોએ ધોનીને લઇને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. હવે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ માહીને પોતાનો મેસેજ આપ્યો છે. પીએમ મોદીએ ધોનીને એક પત્ર લખ્યો છે જેને માહીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
ધોનીએ ટ્વિટર પર લખ્યું 'એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની કામના હોય છે. તે ઇચ્છે છે કે તેમની મહેનત અને કુરબાનીઓને બધા ઓળખે. આભાર પીએમ નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી પ્રશંસા અને શુભકામનાઓ માટે.
આ પત્રમાં મોદીએ લખ્યું કે તમારામાં નવા ભારતની આત્મા છલકાય છે, જ્યાં યુવાનોની કિસ્મત તેમના પરિવારનું નામ નક્કી કરે છે, પરંતુ તે સ્વંય પોતાનું મુકામ અને નામ પ્રાપ્ત કરે છે. 15 ઓગસ્ટ 2020ના રોજ તમે સાદગીભર્યા અંદાજમાં એક નાનો વીડિયો શેર કર્યો જે આખા દેહમાં એક લાંબી અને મોટી ચર્ચા માટે પુરતો હતો. 130 કરોડ ભારતીય નાગરિકો નિરાશ છે પરંતુ સાથે જ તમે ગત દોઢ દાયકામાં ભારતમાં કર્યું તેના માટે તમારો આભાર પણ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube