રાંચીઃ ઝારખંડની ઘણી હસ્તિઓના યોગદાનને યાદ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે કહ્યું કે, ક્રિકેટ એમએસ ધોનીએ રાંચીને ક્રિકેટની દુનિયામાં પ્રસિદ્ધ કર્યું છે. કોવિંદ રાંચી વિશ્વ વિદ્યાલયના 33મા દીક્ષાંત સમારોહને અહીં સંબોધિત કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિંદે કહ્યું, 'એમએસ ધોનીએ કાલે (રવિવાર)એ મારી રાજભવનમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. મને સારૂ લાગ્યું. મેં તેને કહ્યું કે, તે દેખાવાથી દૂર (લો પ્રોફાઇલ) રહે છે પરંતુ લોકો તેને ખુબ પસંદ કરે છે કારણ કે તે પ્રતિભાશાળી છે.'


રાષ્ટ્રપતિએ આ અવસરે આર્ચર દીપિકા કુમારી અને 1928ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન જયપાલ સિંહ મુંડાની સિદ્ધિઓની પણ પ્રશંસા કરી હતી. આ બંન્નેનો સંબંધ ઝારખંડ સાથે છે. 


રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, અલ્બર્ટ એક્કા જેવા લોકોનો ઝારખંડ સાથે નાતો રહ્યો છે, જેણે 1971 યુદ્ધ દરમિયાન તેની વીરતા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ટેસ્ટ ક્રિકેટ પર જળવાયુ પરિવર્તનની અસરથી ચિંતિત છે ચેપલ


તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન રઘુબર દાસ અને વિશ્વ વિદ્યાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ એમ. વાઈ. ઇકબાલ રાંચી વિશ્વવિદ્યાલયના વિશિષ્ટ પૂર્વ છાત્રોમાંથી છે. આ તકે રાષ્ટ્રપતિની સાથે પ્રથમ મહિલા સવિતા કોવિંદ સિવાય રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, મુખ્યપ્રધાન રઘુબર દાસ, શિક્ષા પ્રધાન નીરા યાદવ, રાંચી વિશ્વવિદ્યાલયના કુલપતિ આર. કે. પાંડે અને પ્રો વાઇસ-ચાન્સલર કામિની કુમાર પણ મંચ પર હાજર રહ્યાં હતા.