Dhoni Retirement: M.S.DHONI આ મેચ પછી IPLમાંથી લેશે નિવૃત્તિ? CSK અધિકારીએ આપી મોટી Update
MS Dhoni in IPL: આઈપીએલ (IPL-2023) ની 16મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. દરમિયાન, અનુભવી મહેન્દ્ર સિંહ ધોની વિશે એક મોટી અપડેટ બહાર આવી છે. છે.
નવી દિલ્હીઃ MS Dhoni Retirement from IPL: વિશ્વના મહાન વિકેટકીપરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે પરંતુ તે IPLમાં રમે છે. હવે લાગે છે કે આઈપીએલમાંથી તેની વિદાયનો સમય પણ નજીક આવી રહ્યો છે. અમે નહીં પરંતુ તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીએ આ દાવો કર્યો છે.
IPL શિડ્યુલ થયું છે જાહેર
વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન (IPL-2023)નું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ પ્રતિષ્ઠિત T20 લીગની 16મી સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ જ સમયે, ફાઇનલ મેચ 28 મેના રોજ રમાશે.
આ પણ વાંચો- IND vs AUS: વિરાટ કોહલીની વિકેટ પર બબાલ, અમ્પાયર પર કાઢી ભડાસ, ટીમ ઈન્ડિયા ગુસ્સામાં
ધોનીની આ છેલ્લી સિઝન છે!
ક્રિકેટમાં 'થાલા' તરીકે ઓળખાતા ધોની માટે આ IPLની છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. તે પોતાની છેલ્લી મેચ 14 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમી શકે છે. જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ જાય તો IPLમાં ધોનીની વિદાય મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK vs KKR) સામે થઈ શકે છે. તે વર્ષ 2008 એટલે કે શરૂઆતની સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.
CSK અધિકારીએ દાવો કર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીને ટાંકીને વેબસાઈટ ઈન્સાઈડ સ્પોર્ટે કહ્યું, “હા, એક ખેલાડી તરીકે એમએસ ધોનીની આ છેલ્લી સિઝન હશે. અત્યાર સુધી અમને મળેલી આ છેલ્લી માહિતી છે. દેખીતી રીતે આ તેમનો અંગત નિર્ણય છે. તેમણે ટીમ મેનેજમેન્ટને સત્તાવાર રીતે કહ્યું નથી કે તે નિવૃત્તિ લેશે. પ્રશંસકો માટે સારા સમાચાર છે કે આઈપીએલ ચેન્નાઈમાં તેઓ પાછા આવી રહ્યાં છે. પરંતુ ધોની તેની છેલ્લી સિઝન રમશે તે પ્રશંસકો માટે ઝટકો હશે, 41 વર્ષના ધોનીએ આઈપીએલની ચેલ્લી સિઝનમાં જાડેજાને ટીમની કમાન સોંપી દીધી હતી પણ આ ઓલરાઉન્ડર ટીમને સફળતા અપાવી શક્યો નથી. આ કારણે જાડેજા પાસેથી ફરીથી ધોનીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube