મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના(Indian Cricket Team) પૂર્વ સુકાનીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં(Cricket Career) અનેક એવા સિમાચિન્હો હાંસલ કર્યા છે જેને પ્રશંસકો પણ આજ સુધી ભુલ્યા નથી. મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Sinh Dhoni) ક્રિકેટના ઈતિહાસનો એકમાત્ર કેપ્ટન છે, જેણે આઈસીસીની તમામ ત્રણ ટ્રોફી - 2007 ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2007), 2011 ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2011) અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2013) જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

38 વર્ષના ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની એમએસ ધોનીએ(MS Dhoni) આઈપીએલની(IPL) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ માટે પણ ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી છે અને ચેમ્પિયન્સ લીગના(Champions League) બે ટાઈટલ પણ જીત્યા છે. આથી, મહેન્દ્ર સિંહ ધોનીની(Mahendra Sinh Dhoni) કારકિર્દીની કોઈ એક યાદગાર ક્ષણ શોધવી એ ખુબ જ અઘરું કાર્ય છે. જોકે, તાજેતરમાં જ આ વરિષ્ઠ વિકેટકીપર અને ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર એવા ધોનીએ તેની કારકિર્દીની બે અત્યંત યાદગાર ક્ષણ વિશે જણાવ્યું છે. 


Mayank Agrawal : આ વર્ષે વિરાટ, રોહિત અને પુજારાને પાછળ રાખીને બન્યો 'ટેસ્ટમાં બેસ્ટ'


સમાચાર એજન્સી PTI સાથેની વાતચીતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું કે, "મારી ક્રિકેટ કારકિર્દીની બે એવી ક્ષણ છે જેને હું યાદગાર માનું છું. 2007માં ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી અમે ભારત પરત આવ્યા હતા. અહીં ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે એક ખુલ્લી બસમાં મુંબઈના મરીન ડ્રાઈવ પરથી પસાર થઈ હતી ત્યારે જોરદાર જામ લાગી ગયો હતો. લોકો પોતાની કારને સડક પર જ ઊભી રાખીને બહાર આવી ગયા હતા."


ધોનીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, "આ ક્ષણે દરેક લોકોના ચહેરા પર જે ખુશી મને જોવા મળી તે અકલ્પનીય હતી. એ સમયે એટલો ટ્રાફિક જામ લાગ્યો હતો કે અનેક લોકો પોતાની ફ્લાઈટ મિસ કરી ગયા હતા, જેમને કોઈ અત્યંત મહત્વના કામ માટે બહાર જવાનું હશે. તેમ છતાં પણ તેમના ચહેરા પર જે આનંદ છલકાતો હતો અને ભારતીય ટીમનું જે રીતે તેમણે સ્વાગત કર્યું હતું તે અકલ્પનીય હતું. આખો મરીન ડ્રાઈવ એક છેડાથી બીજા છેડા સુધી જામ થઈ ગયો હતો."


હનિમૂન અને કિક્રેટના ફેન્સના લઈને થયો અત્યંત રસપ્રદ સરવે, રિઝલ્ટ પણ છે ચોંકાવનારું


પોતાની કારકિર્દીની બીજી યાદગાર ક્ષણ અંગે ધોનીએ જણાવ્યું કે, "બીજી યાદગાર ક્ષણ 2011 વર્લ્ડ કપની ફાઈનલ હતી. આ મેચ જીતવા માટે હજુ 15-20 રનની જરૂર હતી. એ સમયે વાનખેડે સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ વન્દે માતરમ ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું."


ધોનીએ કહ્યું કે, "મારા જીવનની આ બે ક્ષણો એવી હતી જે બીજી વખત આવવાની નથી. આ કારણે જ આ બંને ક્ષણે મારા હૃદયમાં કાયમ માટે સ્થાન બનાવી લીધું છે."


ICC World Test Championship : ભારતના વિજય પછી પોઈન્ટ ટેબલમાં આવ્યો મોટો ફેરફાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....