ICC ટ્વીટર હેન્ડલના કવર પેજ પર ધોની, ફેન્સ થયા ખુશ
આઈસીસીએ પોતાના ટ્વીટર હેન્ડલના કવર ફોટોના રૂપમાં એમએસ ધોનીની તસ્વીરને જગ્યા આપી છે. તેના પર ધોનીના ફેન્સે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલના કવર પેજ પર જગ્યા આપી છે. આ જોઈને ધોનીના ફેન્સ ખુબ ખુશ છે. લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી અને આઈસીસીના આ પગલાની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. અંતિમ વનડેમાં અણનમ 87 રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.
ટ્વીટર પર ધોનીના એક ફેન સાહિલે લખ્યું, તમે ભલે તેને પ્રેમ કરો કે ન કરો પરંતુ તેની નજરઅંદાજ ન કરી શકો. એક બીજી ફેને લખ્યું કે, આ આઈસીસીનો સૌથી સારો કવર ફોટો છે. એક ફેને લખ્યું કે આઈસીસીના પેજ પર આ તસ્વીર જોઈને ગર્વનો અનુભવ થાય છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં ધોનીએ કુલ 193 રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી 335 વનડે મેચ રમી છે. હાલમાં તે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. વનડેમાં ધોનીની એવરેજ 50ની છે અને તેણે સૌથી વધુ 183 રન બનાવ્યા છે. તેણે એકદિવસીયમાં 10 સદી અને 70 અડધી સદી ફટકારી છે. 117 સ્ટંપિંગ અને 311 કેચ પણ તેના રેકોર્ડમાં છે.