Shivam Dube: શિવમ દુબેની તોફાની ફિફ્ટીએ ધોનીનું જીતી લીધું દિલ, સોશિયલ મીડિયા પર રિએક્શન વાયરલ
MS Dhoni Reaction Video Viral: ચેન્નઇ સુપર કિંગ્સના બેટ્સમેન શિવમ દુબે ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ મેચમાં શાનદાર બેટીંગ કરતાં માત્ર 23 બોલમાં 51 રનની તાબડતોડ ઇનિંગ રમી. ધોનીનું એક રિએક્શન વાયરલ રહ્યું છે. જેમાં તે દુબેના 50 રન પુરા થતાં રિએક્ટ કરતાં જોવા મળ્યા હતા.
Dhoni reaction when dube reached fifty: ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલ 2024 ની શાનદાર શરૂઆત કરતાં સતત બે મેચ પોતાના નામે કરી દીધી છે. ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ ટીમની બીજી મેચમાં ચેન્નઇ 63 રનથી મોટી જીત નોંધાવી અને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર કબજો જમાવી લીધો છે. આ મેચમાં ઘાતક બેટ્સમેન શિવમ દુબેએ શાનદાર પ્રદર્શન કરતાં ગુજરાતના બોલરોએ જોરદાર ધોલાઇ કરી. તેમણે 23 બોલનો સામનો કરતાં 51 રનની ફાસ્ટ ઇનિંગ રમીને ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ ઇનિંગમાં તેમણે ચોગ્ગા ઓછા અને સિક્સર વધુ ફટકારી. હવે ધોનીનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે.
IPL ટીમો પર ચઢ્યો હોળીનો ખુમાર, છવાઇ ગયા પંત-ઐય્યર-ગંભીર, રોહિત શર્માનો વીડિયો વાયરલ
4 બોલમાં 9 રન, જ્યાં હૂટિંગ થઇ, ત્યાં હીરો ન બની શક્યો હાર્દિક, અંતિમ ઓવરનો રોમાંચ
શિવમ દુબેની અડધી સદી, ગાયકવાડના 46
ચેન્નઈ સુપર કિંગ્સને બીજો ઝટકો રહાણેના રૂપમાં લાગ્યો હતો. રહાણે 12 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 46 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 51 રન ફટકાર્યા હતા.
ડેરલ મિચલ 20 બોલમાં 24 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય સમીર રિઝવીએ 6 બોલમાં બે સિક્સ સાથે 14 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 7 રન બનાવી અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાનને 2 વિકેટ મળી હતી, પરંતુ તેણે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. આ સિવાય સાઈ કિશોર, સ્પેન્સર જોનસન અને મોહિત શર્માને 1-1 વિકેટ મળી હતી.
વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
જીમ જવાનો સમય નથી? તો વજન ઓછું કરવા માટે સવારે પી શકો છો આ ડ્રીંક
રચિન રવીન્દ્રની આક્રમક બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. ખાસ કરીને યુવા રચિન રવીન્દ્રએ શરૂઆતથી જ ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યાં હતા. ગાયકવાડ અને રવીન્દ્રએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રચિન રવીન્દ્ર 20 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 46 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 69 રન ફટકાર્યા હતા.
હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!
CNG SUVs: સીએનજી સાથે બજારમાં ઉપલબ્ધ છે આ SUVs, ઓછી કિંમતમાં વધુ માઇલેજ
CSK એ 63 રનથી જીતી મેચ
ચેન્નઇ સુપર કિંગ્સે આ મેચને જીતીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ પોતાના નામ કરી દીધી છે. CSK એ ગુજરાત ટાઇટન્સને 63 રનના મોટા અંતરથી માત આપી છે. મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલાં બેટીંગ કરતાં ચેન્નઇના બેટ્સમેનોએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો સ્કોર બનાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રના બેટ વડે 46-46 રન નિકળ્યા. તો બીજી તરફ શિવમ દુબેએ ચોથા નંબર પર બેટીંગ કરતાં 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી તોફાની ઇનિંગ રમી. પહેલી આઇપીએલ રમી રહેલા સમીર રિજવીએ પણ રાશિદ ખાનની ઓવરમાં બે સિક્સર ફટકારતાં 6 બોલમાં 14 રન બનાવ્યા. ડેરિલ મિચેલ 24 રન બનાવીને અણનમ રહ્યા. ટાર્ગેટનો પીછો કરતાં ગુજરાતના બેટ્સમેન ટીનએ 143 રન સુધી પહોંચાડી શક્યા.
31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
Top-10 Bikes: ફેબ્રુઆરીમાં આ 10 બાઇક્સની રહી બોલબાલા, ખબર છે સૌથી વધુ કઇ બાઇક વેચાઇ?