IND vs NZ: છ વર્ષ બાદ ઈજાને કારણે બહાર થયો ધોની
મહેન્દ્ર સિંહ ધોનાના કરિયરની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર ત્રણ વખત એવું બન્યું કે તે ઈજા અથવા ખરાબ સ્વાસ્થ્યને કારણે ટીમમાંથી બહાર થયો છે.
માઉન્ટ મોનગાનુઈઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ઈજાને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચમાં રમી રહ્યો નથી. તેને પગમાં નશો ખેંચાવાની ફરિયાદ હતી, આ કારણે તેના સ્થાને કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ બેટ્સમેન તરીકે ધોનીની ખોટ પડશે.
6 વર્ષ બાદ ઈજાને કારણે બહાર
ધોનીના કરિયરની વાત કરીએ તો બહુ ઓછી તક આવી છે જ્યારે ધોની ઈજા કે બિમારીને કારણે ટીમની બહાર થયો છે. ત્રીજી વનડે પહેલા આવી ઘટના 6 વર્ષ પહેલા 2013માં બની હતી. ત્યારે વેસ્ટઈન્ડિઝમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ત્રણ મેચોમાંતી બહાર થયો હતો. ત્યારે પણ તેને નશો ખેંચાવાની સમસ્યા હતા. આ પહેલા 2007માં ધોની આયર્લેન્ડ અને આફ્રિકા વિરુદ્ધ બે વનડે મેચોમાં બહાર થયો હતો. ત્યારે તેને તાવ આવ્યો હતો.
SAvsPAK: ચોથી વનડેમાં પાકિસ્તાનનો 8 વિકેટે વિજય, પ્રથમવાર પિંક ડ્રેસમાં હાર્યું આફ્રિકા
મહત્વનું છે કે, આ સમયે ધોની શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં તે મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેણે અણનમ 48 રન ફટકાર્યા હતા.
ICC રેન્કિંગઃ 45 વર્ષમાં ટોપ પર પહોંચનાર પ્રથમ કેરેબિયન ઓલરાઉન્ડર બન્યો હોલ્ડર