ICC રેન્કિંગઃ 45 વર્ષમાં ટોપ પર પહોંચનાર પ્રથમ કેરેબિયન ઓલરાઉન્ડર બન્યો હોલ્ડર

જેસન હોલ્ડર પહેલા 1974માં ગૈરી સોબર્સ અંતિમ વેસ્ટઈન્ડિઝિયન હતા જે આઈસીસીના નંબર એક ઓલરાઉન્ડર બન્યા હતા. હોલ્ડરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં 202 રન ફટકાર્યા હતા. 

 ICC રેન્કિંગઃ 45 વર્ષમાં ટોપ પર પહોંચનાર પ્રથમ કેરેબિયન ઓલરાઉન્ડર બન્યો હોલ્ડર

દુબઈઃ જેસન હોલ્ડરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બારબાડોસમાં શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. તે વિશ્વનો નંબર એક ઓલરાઉન્ડર બની ગયો છે. તે મહાન ઓલરાઉન્ડર ગારફીલ્ડ સોબર્સ બાદ આ મુકામ પર પહોંચનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ ઓલરાઉન્ડર ખેલાડી છે. 

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોલ્ડરે પ્રથમ ઈનિંગમાં 202 રનની અણનમ ઈનિંગ રમી અને ત્યારબાદ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં બે વિકેટ પણ લીધી હતી. તેના પ્રદર્શનની મદદથી યજમાન ટીમે ઈંગ્લેન્ડને 381 રને હરાવી દીધું હતું. 

વેસ્ટ ઈન્ડિઝે ચોથા દિવસે મેચ જીતી લીધી હતી. ત્રણ મેચોની સિરીઝમાં કેરેબિયન ટીમ 1-0થી આગળ છે. પોતાની શાનદાર રમતને કારણે તે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન અને ભારતના રવિન્દ્ર જાડેજાથઈ આગળ નિકળી ગયો છે. તો ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ હજુ ચોથા સ્થાને છે. 

પરંતુ સોબર્મ રમતા હતા ત્યારે વિપક્ષી ટીમના સ્તરને ધ્યાનમાં રાખવામાં ન આવતું હતું. સોબર્સને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહેવામાં આવતા હતા. તેઓ છેલ્લીવાર 1974માં પોતાની નિવૃતીના વર્ષમાં આઈસીસી રેન્કિંગમાં ટોપ પર હતા. 

આ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના ચીફ એક્ઝિક્યૂટિવ જોની ગ્રેવે પોતાની ટીમનો ઓછું સન્માન આપવા માટે જૈફ્રી બોયકોટ અને ફ્લિન્ટોફની આલોચના કરી હતી. 

બોયકોટે સિરીઝ શરૂ થતા પહેલા એક અખબારની કોલમમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમને ખૂબ સામાન્ય, અને એવરેજ ક્રિકેટરોની ટીમ ટીમ ગણાવી હતી. તો બોયકોટની જેમ ઓલરાઉન્ડર ફ્લિન્ટોફે વેસ્ટઈન્ડિઝના કેપ્ટનની બેવડી સદી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news