નવી દિલ્હીઃ જેમ મુંબઈના વાનખેડે સ્ટિડયમના બે સ્ટેન્ડ્સનું નામ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરના નામ પર છે. દિલ્હીના કોટલા મેદાનના એક ગેટનું નામ કરણ વીરેન્દ્ર સહેવાગના નામ પર કરવામાં આવ્યું છે, તેજ રીતે રાંચીના JSCA સ્ટેડિયમના એક પેવેલિયનનું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામ પર હશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JSCA સ્ટેડિયમનું સાઉથ પેવેલિયન હવે કેપ્ટન કુલ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીના નામથી ઓળખવામાં આવશે. સાઉથ પેવેલિયન પર એમએસ ધોનીના નામું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય સાઉથ ઝોનના એન્ટ્રી ગેટનું નામ પણ ધોનીના નામે કરી દેવામાં આવ્યું છે. 



ધોનીનું નામ મળવાથી જાહેર છે કે હવે રાંચીના ક્રિકેટ ફેન્સ પર JSCA સ્ટેડિયમના સાઉથ પેવેલિયનનો ક્રિઝ વધુ જોવા મળશે. તેની ટિકિટ માટે પણ લાઇન લાગી શકે છે. સાઉથ પેવેલિયનનું નામ ધોનીના નામ પર પડ્યું તો સ્ટેડિયમના નોર્થ પેવેલિયનનું નામ JSCAના પૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીના નામથી ઓળખવામાં આવશે.