ધોનીને મેન્ટોર બનાવતા બબાલ, BCCI ને કરવામાં આવી માહીની ફરિયાદ, જાણો સમગ્ર વિગત
ધોનીને મેન્ટોર બનાવતા જ્યાં તેના ફેન્સ વચ્ચે ખુશીનો માહોલ છે તો હવે આ ખબરથી હડકંચ મચી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટોર બનાવવા પર વિવાદ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની સર્વોચ્ચ પરિષદને ટી20 વિશ્વકપ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમના મેન્ટોર બનાવ્યા બાદ હિતોના ટકરાવની ફરિયાદ મળી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે ટી20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. તે સમયે બીસીસીઆઈએ તે જાણકારી આપી હતી કે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી20 વિશ્વકપમાં ટીમનો મેન્ટોર હશે. ધોનીએ પાછલા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. તે હજુ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.
આ પણ વાંચોઃ T20 World Cup 2021 માં ફરી સાથે આવ્યા 3 યાર, ટીમ ઈન્ડિયાને બનાવશે ચેમ્પિયન!
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
કોચઃ રવિ શાસ્ત્રી.
મેન્ટોરઃ એમએસ ધોની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube