T20 World Cup 2021 માં ફરી સાથે આવ્યા 3 યાર, ટીમ ઈન્ડિયાને બનાવશે ચેમ્પિયન!

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 14 વર્ષોથી આઈસીસી ટી20 વિશ્વકપ  (ICC T20 World Cup) જીતી શકી નથી, પરંતુ આ વખતે ત્રણ દિગ્ગજો સાથે આવ્યા બાદ સ્થિતિ ટીમની ફેવરમાં જોવા મળી રહી છે. 

T20 World Cup 2021 માં ફરી સાથે આવ્યા 3 યાર, ટીમ ઈન્ડિયાને બનાવશે ચેમ્પિયન!

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચુકી છે. ભારતીય ટીમમાં એકથી એક ટેલેન્ટેડ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, તેમાં એક એવી ત્રિપુટી છે જે ભારતને એકવાર ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની ક્ષમતા રાખે છે. 

એક સાથે આવ્યા 3 યાર
ટીમ ઈન્ડિયામાં એકવાર ફરી 3 યાર એક સાથે આવી ગયા છે, જેનાથી આ દળની મજબૂતી ખુબ વધી ગઈ છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે સાથે કેપ્ટન કૂલ એમએસ ધોનીને મેન્ટોર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. 

ટીમ ઈન્ડિયાને થશે ફાયદો!
આ ત્રણેય દિગ્ગજોનું એક સાથે આવવુ ટીમ ઈન્ડિયા માટે શુભ સંકેત છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સ્ટાર પ્લેયર એમએસ ધોનીની આગેવાનીમાં રમી ચુક્યા છે, તેવામાં આ ત્રિપુટી ધમાલ મચાવશે, જેમાં કોઈ શંકા નથી. 

ICC ટ્રોફી જીતી શક્યો નથી કોહલી
એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વકપ 2007 (T20 World Cup 2007) સહિત બધી આઈસીસી ટ્રોફી અપાવી છે. બીજી તરફ વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાને કોઈ ગ્લોબલ ટ્રોફી અપાવી શક્યો નથી. આઈસીસી ઇવેન્ટમાં કોહલીની કેપ્ટનશિપને લઈને તેની આલોચના કરવામાં આવે છે. 

ધોનીની હાજરી ફાયદાનો સોદો!
તે વાતમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશ્વના સૌથી શાનદાર ક્રિકેટ ખેલાડી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં  બંને આઈસીસી ટ્રોફી જીતી શક્યા નથી. તેવામાં ટીમ સાથે ધોની જોડાવાથી આ ફાયદાનો સોદો થઈ શકે છે. 

ટીમ ઈન્ડિયા ફરી બનશે ચેમ્પિયન!
એમએસ ધોની આ વાતને પહેલા પણ સાબિત કરી ચુક્યો છે કે તેની સલાહ ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. માહીની સંગતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતાની કમીઓ દૂર કરી શકશે અને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. 

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.

રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.  

કોચઃ રવિ શાસ્ત્રી.
મેન્ટોરઃ એમએસ ધોની.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news