ચેન્નઈઃ હાલમાં ચાલી રહેલા આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મજબૂતીથી આગળ વધી રહી છે. પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ અત્યાર સુધી પાંચમાંથી ચાર મેચ જીતી શકી છે. હવે 9 એપ્રિલે તે પોતાના ઘરઆંગણે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતરશે. મહત્વની વાત છે કે કેકેઆર ટીમ પણ 5 મેચમાંથી 4માં જીત મેળવી ચુકી છે. 


આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ક્રેઝ ખુબ જોવા મળી રહ્યો છે. ટિક ટોક પર ફેનસ્નો ઉત્સાહ જોઈને જ તમે દંગ રહી જશો. ચેન્નઈ સુપર કિંગ્સના તે વીડિયોને જોઈ શકાય છે, જેમાં કેપ્ટન ધોની પોતાના ધુરંધરોની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લા લોક સંગીતની ધુનની સાથે અપલોડ કરવામાં આવી રહેલો વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે. 


આ દિવસે થશે વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોને મળશે ઈંગ્લેન્ડની ટિકિટ?