નવી દિલ્હીઃ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ પુણેને ચેન્નઈની ટીમે જીતની સાથે અલવિદા કરી દીધું છે. ચેન્નઈએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ વિરુદ્ધ અંતિમ મેચ રમી અને પંજાબને 5 વિકેટે હરાવીને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી હતી. મહત્વનું છે કે, તમિલનાડુમાં કાવેરી જળ વિવાદ બાદ આઈપીએલ 2018માં ચેપોક સ્ટેડિયમની જગ્યાએ પુણે ચેન્નઈનું બીજુ હોમ ગ્રાઉન્ડ બન્યું. આ મેદાન પર આઈપીએલની અંતિમ મેચ ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાઈ. ચેન્નઈની ટીમે આઈપીએલમાં પોતાને સ્પોર્ટ કરવા માટે ખાસ અંદાજમાં આભાર માન્યો છે. 


ચેન્નઈના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પુણેના ગ્રાઉન્ડ સ્ટાફને પોતાના હાથથી ગિફ્ટ આપી રહ્યો છે. આ ગિફ્ટ આપવાની સાથે ધોની ગ્રાઉન્ડ સ્ટાફની સાથે મજાક મસ્તી કરી રહ્યો છે. 


સ્પોર્ટ્સના વધુ ન્યૂઝ જાણો...