ચેન્નઈઃ ભારતીય ટીમ મેનેજમેન્ટનો ઈરાદો વિશ્વકપ માટે ભલે મહેન્દ્ર સિંહ ધોનીને સંભવિત પાંચમાં નંબર પર ઉતારવાનો હોય પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, તે આઈપીએલમાં ચોથા ક્રમે ઉતરશે. ધોની 10માં વર્ષે ચેન્નઈની આગેવાની કરી રહ્યો છે, જે ગત વર્ષે ચેમ્પિયન પણ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લેમિંગે કહ્યું, ધોનીએ ગત વર્ષે ચોથા સ્થાને બેટિંગ કરી હતી પરંતુ અમે પરિવર્તિત રાખીશું. તેણે કહ્યું, ધોની છેલ્લા દસ મહિનાથી શાનદાર ફોર્મ છે. અમારી કેદાર જાધવના રૂપમાં પણ સારો બેટ્સમેન છે. અમે અમારા બેટિંગ ક્રમથી ખુશ છીએ. કેદારે ગત સિઝનના પ્રથમ મેચમાં ટીમને વિજય અપાવ્યો પરંતુ તેને ઈજા થતાં તે છ મહિના રમતથી દૂર રહ્યો હતો. 


IPL 2019: કિંગ્સ ઈલેવન પંજાબની દરિયાદિલી, શહીદોની મદદ માટે કર્યું આ કામ

ચેન્નઈ ટીમના મોટાભાગના ખેલાડીઓની ઉંમર ત્રીસ વર્ષથી વધુ છે પરંતુ ફ્લેમિંગે કહ્યું કે, માનસિકતાથી ઘણો ફેર પડે છે. તેમણે ગત વર્ષે વાપસીની પાસે ટાઇટલ જીતનો શ્રેય માનસિકતા, ટીમનો માહોલ અને ટીમ સંતુલનને આપ્યો હતો. 


IPL 2019: આરસીબીના કેપ્પમાં પહોંચ્યો સુનીલ છેત્રી, વિરાટે કર્યું સ્વાગત


તેમણે કહ્યું, જો તમે બીજી ટીમોને જુઓ તો તમે તમારા સારા અને ખરાબ પાસાંનો અંદાજ લગાવી શકો છો. દરેક ટીમની પાસે શાનદાર ખેલાડી છે, જેથી ફેર માનસિકતા, ટીમનો માહોલ અને મોટી ક્ષણોમાં મેચ જીતી શકો છો.