મુંબઈ: ઓસ્ટ્રેલિયાએ ભારતને મુંબઈમાં રમાયેલી પહેલી વનડે મેચમાં 10 વિકેટથી હરાવીને સજ્જડ હારનો સ્વાદ ચખાડ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.1 ઓવરોમાં 255 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં જ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય મેળવી લીધુ હતું. મેચ અગાઉ કાગળ પર મજબુત જોવા મળી રહેલી ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ વનડે સિરીઝની પહેલી જ મેચમાં 10 વિકેટથી હરાવી દીધી.આ સાથે જ ઓસ્ટ્રેલિયાના વનડેના ઇતિહાસમાં 40 વર્ષમાં ભારત પર સૌથી મોટી જીત મેળવી છે.  બીજી મેચ હવે શુક્રવારે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી બેટિંગ
ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત નબળી રહી. માત્ર 13 રનના સ્કોર પર રોહિત શર્મા પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ શિખર ધવન અને કે એલ રાહુલે મોરચો સંભાળ્યો અને 1221 રનની ભાગીદારી કરી. જો કે 134ના સ્કોર પર કેએલ રાહુલ 47 રને આઉટ થઈ ગયો અને પછી શિખર ધવન 74 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ તો જાણે વિકેટ પત્તાની જેમ પડતી જ રહી. 


વિરાટની સેના પૂરી 40 ઓવરો પણ રમી શકી નહીં. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 16 રન બનાવીને આઉટ થયો. જ્યારે રવિન્દ્ર જાડેજા 25 અને ઋષભ પંત 28 રન બનાવીને પણ લાંબી ઈનિંગ સુધી પહોંચી શક્યા નહીં. 49.1 ઓવરમાં મોહમ્મદ શમી આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા 255 રન પર સમેટાઈ ગઈ હતી. 


જુઓ LIVE TV



ઓસ્ટ્રેલિયાના ઓપનરોની દમદાર ઈનિંગ
ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલા ડેવિડ વોર્નરે પોતાની કેરિયરની 18મી સદી ફટકારી જ્યારે એરોન ફિન્ચે 16મી સદી ફટકારી. બંને ઓપનરોએ ભારતીય બોલિંગના ચીથરા ઉડાવી દીધા અને શાનદાર બેટિંગ કરી. ડેવિડ વોર્નર 128 રન અને એરોન ફિંચ 110 રન બનાવીને અણનમ રહ્યાં હતાં. એક બાજુ ભારતીય ટીમ આશા કરતા ઓછા રન બનાવીને પેવેલિયન ભેગી થઈ તથા શિખર ધવન સિવાય કોઈ બેટ્સમેન 50 રન કરી શક્યો નહીં. બીજી બાજુ બોલરોની પણ હાલત કફોડી જોવા મળી. બોલરો જાણે વિકેટ માટે તરસી રહ્યાં હતાં. 


વોર્નર અને ફિન્ચે વિક્રમ પણ બનાવ્યાં
ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચના બેટથી રનની સાથે સાથે રેકોર્ડ પણ બન્યાં. બંનેએ ભારત વિરુદ્ધ પહેલી વિકેટ માટે કોઈ પણ ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. આ અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકી જોડી ગેરી કસ્ટર્ન અને હર્શલ ગિબ્સના નામે હતો. જેમણે 2000માં કોચ્ચિમાં ભારત વિરુદ્ધ આ કારનામું કર્યું હતું.