મુંબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ગુરૂવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તેના ઘર વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે તો તેનું ધ્યાન બે પોઈન્ટ લઈને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ આ સમયે પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટની સાથે ચોથા સ્થાન પર છે જ્યારે મુંબઈ 12 મેચોમાં 14 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. 


આ મેચમાં હૈદરાબાદની સૌથી મોટી મુશ્કેલી તે છે કે, પોતાના સૌથી સફળ બેટ્સમેન ડેવિડ વોર્નર વિના મેદાન પર ઉતરશે. વોર્નર વિશ્વ કપની ટીમમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયો છે. જતા-જતા પણ તેણે પોતાની ટીમને જીત અપાવી હતી. પોતાના પાછલા મેચમાં હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 45 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં વોર્નરે અડધી સદી ફટકારી હતી. 


હૈદરાબાદની મોટા ભાગની જીતમાં વોર્નરનું મહત્વનું યોગદાન રહ્યું છે. હવે જોવાનું રહેશે કે પોતાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિના હૈદરાબાદ મુંબઈના શાનદાર બોલિંગ આક્રમણનો સામનો કઈ રીતે કરશે. 


ટીમની બેટિંગ હવે કેપ્ટન કેન વિલિયમ્સન પર ઘણી નિર્ભર કરશે. અત્યાર સુધી બહાર બેઠેલા માર્ટિન ગુપ્ટિને વોર્નર ગયા બાદ તક મળી શકે છે. ગુપ્ટિલમાં તે ક્ષમતા છે, જે વોર્નરની ખોટ પૂરી શકે છે. 


જો મુંબઈની વાત કરીએ તો મુંબઈ પોતાનો પાછલી મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 34 રને ગુમાવી હતી. આ મેચને જીતીને તે પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરવાનો પ્રયત્ન કરશે. 


રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ મેદાનમાં ગમે તે કરવાની ક્ષમતા ધરાવે છે. ટીમની પાસે હાર્દિક પંડ્યા, પોલાર્ડ જેવા દિગ્ગજ હિટર છે જે મોટો સ્કોર કરવા કે તેને ચેઝ કરવાના આસાન બનાવી દે છે. પંડ્યાએ કોલકત્તા વિરુદ્ધ 34 બોલમાં 91 રનની ઈનિંગ રમી હતી. ઉપરના ક્રમમાં રોહિત, ડી કોક અને સૂર્યકુમાર સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. 


મુંબઈની બોલિંગ તેની તાકાત છે. જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા ટી20ના દિગ્ગજ છે. તો હાર્દિક પંડ્યા અને પોલાર્ડ સારૂ યોગદાન આપી રહ્યાં છે. સ્પિનમાં જરૂર ક્રુણાલ પંડ્યા અને રાહુલ ચહરે થોડું સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે.