IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં પહોંચ્યો કોરોના, કિરણ મોરે પોઝિટિવ
IPL 2021 પર કોરોના સંકટ જોવા મળી રહ્યું છે. સપોર્ટ સ્ટાફ, ખેલાડી અને ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટિવ આવી રહ્યાં છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા કિરણ મોરે પોઝિટિવ આવ્યા છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના પ્રતિભા શોધ અધિકારી કિરણ મોરે (Kiran more) કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝીએ આ જાણકારી આપી છે. 58 વર્ષીય મોરે પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમના વિકેટકીપિંગ સલાહકાર પણ છે.
મુંબઈ ઈન્ડિયન્સે અખબારી યાદીમાં કહ્યું, 'મોરેમાં હજુ લક્ષણ જોવા મળી રહ્યાં નથી અને તેમને ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કિરણ મોરે ભારતીય ક્રિકેટ બોર્ડના સ્વાસ્થ્ય દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યાં છે.'
અખબારી યાદી અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ મોરેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે અને બીસીસીઆઈના નિયમોનું પાલન કરતી રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિક્કલ પણ બેંગલુરૂમાં શિબિર સાથે જોડાતા પહેલા કોરોના પોઝિટિવ આવતા ઘરે ક્વોરેન્ટીન છે.
આ પણ વાંચોઃ IPL 2021 પર ખતરો? વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે.
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube