IPL ઈતિહાસ: મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાયેલી છે અનોખી જીત, 12 વર્ષથી યથાવત છે રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ટ્રોફી સૌથી વધુ વાર જીતનારી એકમાત્ર ટીમ છે. સાથે મુંબઈની પાસે આઈપીએલ ઈતિહાસની એક એવી અનોખી જીત નોંધાયેલી છે, જે છેલ્લા 12 વર્ષથી યથાવત છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું ટાઇટલ સૌથી વધુ 4 વખત જીતનારી આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ઘણીવાર મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નિકળી ટ્રોફી કબજે કરી છે. આજે અમે મુંબઈ ઈન્ડિયન્સની એવી અનોખી જીતની વાત કરી રહ્યાં છીએ જે માત્ર મુંબઈની ટીમ જ કરી શકે છે. છેલ્લા 12 વર્ષથી આ ટીમનો રેકોર્ડ આઈપીએલ ઈતિહાસમાં હજુ પણ યથાવત છે.
બોલના અંતરથી મુંબઈ ઈન્ડિયન્સના નામે સૌથી મોટી જીત
આઈપીએલની પ્રથમ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે 38મી મેચ રમાઇ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન અને ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સચિનના આ નિર્ણયને મુંબઈના બોલરોએ સાચો સાબિત કર્યો અને કેકેઆરની ટીમને માત્ર 67 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
IPL ઈતિહાસઃ આ ત્રણ ટીમોએ મેળવી છે રનના અંતરથી આઈપીએલની સૌથી મોટી જીત
તેવામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 68 રનના સામાન્ય લક્ષ્યને મુંબઈ ઈન્ડિયન્સે શ્રીલંકાના ડાબા હાથના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાની 17 બોલમાં 48 રનની આક્રમક ઈનિંગની મદદથી માત્ર 5.3 ઓવર એટલે કે પાવરપ્લેમાં 68/2નો સ્કોર બનાવીને હાસિલ કરી લીધો હતો. આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં સૌથી વધુ બોલ 87 બાકી રહેતા આ જીત હાસિલ કરી હતી. આઈપીએલના 12 વર્ષમાં અત્યાર સુધી કોઈપણ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સના આ રેકોર્ડની તોડી શકી નથી. સાથે આ મેચ આઈપીએલ ઈતિહાસની જલદી પૂરી થનારી સૌથી નાની મેચ છે.
IPL ઈતિહાસઃ આ ત્રણ ટીમોએ મેળવી છે રનના અંતરથી આઈપીએલની સૌથી મોટી જીત
મુંબઈ ચાર વખત બન્યું છે આઈપીએલ ચેમ્પિયન્સ
હાલના સમયમાં મુંબઈ ઈન્ડિયન્સનું નામ આઈપીએલ ઈતિહાસમાં ટોપ પર છે કારણ કે આઈપીએલનું ટાઇટલ સૌથી વધુ કોઈએ જીત્યું હોય તો તે મુંબઈ ઈન્ડિયન્સ છે. મુંબઈએ આઈપીએલ ઈતિહાસમાં 2013મા પ્રથમવાર વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ ટીમે 2015, 2017 અને 2019મા આ લીગની ટ્રોફી ઉઠાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube