ક્રિકેટના સૌથી સફળ બોલરે આજના દિવેસ શરૂ કર્યું હતું કરિયર, લાગ્યા હતા ચકિંગના આરોપ
ક્રિકેટના ઇતિહાસમાં 28 ઓગસ્ટના હસ્તાક્ષર બોલ્ડ અક્ષરોમાં નોંધાયા છે. 27 વર્ષ પહેલા આજના દિવસે એક પાતળા-દુબળા છોકરાએ ઓસ્ટ્રેલિયા સામે કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તે પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટ અને બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ લઈ શક્યો હતો
નવી દિલ્હી: ક્રિકેટના ઇતિહાસમાં 28 ઓગસ્ટના હસ્તાક્ષર બોલ્ડ અક્ષરોમાં નોંધાયા છે. 27 વર્ષ પહેલા આજના દિવસે એક પાતળા-દુબળા છોકરાએ ઓસ્ટ્રેલિયા સામે કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તે પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટ અને બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. ઓસ્ટ્રેલિયાના લોકો તેને સરળતાથી રમી રહ્યા હતા અને બંને મેચોમાં આ બોલરમાં ખાસ કંઈ જોવા મળ્યું ન હતું. પરંતુ થોડા વર્ષોમાં જ આ ખેલાડી વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાં સામેલ થઇ ગયો હતો. 22 જુલાઈ 2010 ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે તેના ખાતામાં તેની 800 વિકેટ હતી.
આ પણ વાંચો:- 60 વર્ષનું ક્રિકેટ કરિયર, 7 હજાર વિકેટ, હવે 85ની ઉંમરમાં લેશે નિવૃતી
અમે શ્રીલંકા (Sri Lanka)ના મહાન ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) વિશે વાત કરી રહ્યા છીએ. મુરલીએ તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટ 1992ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. મુરલીની શરૂઆતની કારકિર્દી પ્રભાવશાળી નહોતી. પરંતુ કેપ્ટન અર્જુન રણતુંગાને આ બોલર પર વિશ્વાસ હતો. તેમાં કોઈ શંકા નથી કે જ્યારે મુથૈયા મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં સફળતાના શિખર પર છે, ત્યારે રણતુંગાના વિશ્વાસનું પણ યોગદાન છે.
આ પણ વાંચો:- BCCI સામે ફરી ઉઠ્યા સવાલ, રાહુલ દ્રવિડનો કેસ લડવો છે તો સચિન, ગાંગુલી અને લક્ષ્મણનો કેમ નહીં?
ચકિંગનો આરોપ લાગ્યો
કરિયરની શરૂઆતમાં જ મુરલીધરપ પર ચકર હોવાનો આરોપ લાગ્યો હતો. 1995માં મેલબોર્ન ટેસ્ટમાં અમ્પાયરોએ મુરલીના સાત બોલને નોબલ ગણાવ્યા હતા. કેપ્ટન અર્જુન રણતુંગાએ તેનો સખ્ત વિરોધ કર્યો હતો અને મેચને વચ્ચે છોડી દેવાની ધમકી પણ આપી હતી. જો કે, આ વિવાદ ત્યારે સમાપ્ત થયો જ્યારે મુરલીધરનની બોલિંગને આઇસીસી દ્વાર યોગ્ય ગણવામાં આવી હતી. ત્યારબાદ મુરલીની કારકીર્દિ ખીલી ઉઠી.
આ પણ વાંચો:- આલિયા ભટ્ટને નથી ઓળખતો ક્રિકેટર હર્શલ ગિબ્સ, ટ્વીટર પર થયો ટ્રોલ
છેલ્લા બોલ પર લીધી 800મી વિકેટ
મુરલીધરન 2010માં છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે રમ્યો હતો. તેણે આ મેચમાં 8 વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં 5 અને બીજી ઇનિંગ્સમાં 3 વિકેટ લીધી હતી. મુરલીધરને આ મચમાં છેલ્લા બોલ પર પ્રજ્ઞાન ઓઝાને આઉટ કર્યો હતો. આ તેના ટેસ્ટ કકરિયરની 800મીં વિકેટ પણ હતી.
આ પણ વાંચો:- ICC test ranking: વિરાટ નંબર-1 પર યથાવત, બેન સ્ટોક્સને થયો મોટો ફાયદો
વર્લ્ડ કપ બાદ ક્રિકેટને કહ્યું અલવિદા
મુરલીધરને વનડેમાં છેલ્લી મેચ વર્લ્ડ કપની ફાઇનલ તરીકે રમી હતી. ભારતે 2011માં રમાયેલી મેચમાં શ્રીલંકાને હરાવી ટ્રોફી જીતી હતી. મુરલીધરન આ મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો અને તેનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકા આ મેચ સરળતાથી હારી ગયું. ટેસ્ટ જેવી વનડેમાં વિશ્વની સૌથી વધુ 534 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધરને કર્યો છે.
જુઓ Live TV:-