B`day Special : 1347 વિકેટ ઝડપનાર આ એકમાત્ર બોલર મુથૈયા મુરલીધરન
વાત ટેસ્ટ ક્રિકેટની હોય કે વનડે ક્રિકેટ બંન્નેમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ આ સર્વશ્રેષ્ઠ સ્પિનરના નામે છે.
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં જે પ્રકારે બેટિંગના રેકોર્ડ માટે સચિન તેંડુલકરને યાદ કરવામાં આવે છે, તેમ બોલિંગમાં શ્રીલંકાના ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ છે. આજે જ્યારે ક્રિકેટમાં રેકોર્ડની વાત આવે છે તો મુથૈયા મુરલીધરનનું નામ આવે છે. વાત વનડે ક્રિકેટની હોય કે ટેસ્ટ ક્રિકેટની બંન્નેમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ આ ઓફ સ્પિનરના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં કુલ મળીને મુરલીએ 1347 વિકેટ પોતાના નામે કરી છે.
17 એપ્રિલ 1972ના શ્રીલંકાના કેન્ડીમાં જન્મેલા મુથૈયા મુરલીધરનના પૂર્વજ તમિલનાડુથી અહીં પહોંચ્યા હતા. તે તમિલ વસ્તીની સાથે સાથે પુરા શ્રીલંકાનો હિરો છે. મુરલીધરનની પત્ની તમિલનાડુની રહેનારી છે. ઓગસ્ટ 1992માં મુરલીધરને પોતાના ક્રિકેટ કેરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ રમીને કરી હતી. તેણે પોતાની પ્રથમ વનડે મેચ 1993માં ભારત વિરુદ્ધ રમી. મહત્વની વાત છે કે અંતિમ વનડે મેચ પણ તેણે ભારત વિરુદ્ધ રમી હતી.
મરલીધરને માત્ર 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ પોતાના નામે કરી. ટેસ્ટ ક્રિકેટમાં તેના આ રેકોર્ડની આસપાસ કોઈ ખેલાડી નથી. ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 87 મેચોમાં 500 વિકેટ પોતાના નામે કરી લીધી. બાદમાં મુરલી અને શેન વોર્ન વચ્ચે ટેસ્ટની વિકેટો માટે જંગ ચાલ્યો. અંતમાં મુરલીનો વિજય થયો હતો.
2009માં મુરલીએ વનડેમાં પણ સૌથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. આ મામલામાં તેણે પાકિસ્તાની બોલર વસીમ અકરમને પાછળ છોડ્યો. મુરલીધરને 350 વનડે મેચ રમી. તેમાં તેણે 534 વિકેટ ઝડપી હતી. પરંતુ વિડંબના છે કે ટેસ્ટ અને વનડેમાં વિકેટનો ઢગલો કરનાર બોલર જ્યારે 2011માં વિશ્વકપ ફાઇનલમાં પોતાની અંતિમ મેચ રમી રહ્યો હતો. ત્યારે તેને એક પણ વિકેટ ન મળી. ટી-20 ક્રિકેટમાં મુરલીએ કુલ 13 વિકેટ ઝડપી હતી.
શંકાસ્પદ બોલિંગનો પણ લાગ્યો આરોપ
1995-96માં મુરલીના કેરિયરનો શરૂઆતી તબક્કો હતો. તે સમયે તેણે ટેસ્ટમાં માત્ર 80 વિકેટ ઝડપી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના એમસીજીમાં અમ્પાયર ડેરેલ હેયરે તેને સંદિગ્ધ બોલિંગ એક્શન માટે બોલિંગ કરવાથી રોક્યો. ત્યારે કેપ્ટન અર્જુન રણતુંગાના વિરોધ છતા તેણે તેની બોલિંગ જારી રાખી. તેના પર સંદિગ્ધ બોલિંગના આરોપ લાગતા રહ્યાં હતા.
મુરલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે એક ખરાબ રેકોર્ડ નોંધયેલો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો બેટ્સમેન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 11 વખત શૂન્ય પર આઉટ થયો. બીજા નંબરે રંગાના હેરાથ છે. તે 10 વખત શૂન્ટ પર આઉટ થયો છે.