ટોરેન્ટો માસ્ટર્સઃ નડાલે સિટસિપાસને હરાવીને કબજે કર્યું રોજર્સ કપનું ટાઇટલ
રાફેલ નડાલે 2018માં પાંચમા ટાઇટલ પર કબજો કર્યો છે. 32 વર્ષીય નડાલે આ સીઝનમાં અત્યાર સુધી 40 સિંગલ્સ મેચ જીત્યા છે અને માત્ર ત્રણ ગુમાવ્યા છે.
મોન્ટ્રિયલઃ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલે રોજર્સ કપ ટૂર્નામેન્ટ (ટોરેન્ટો માસ્ટર્સ)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. નડાલે ફાઇનલમાં ગ્રીસના 20 વર્ષીય ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસને પરાજય આપ્યો.
સ્પેનના દિગ્ગજ નડાલે બર્થડે બ્વોય સ્ટેફાનોસે ટાઇટલ મુકાબલામાં 6-2, 7-6 (7-4)થી હરાવ્યું. આ મુકાબલો માત્ર 1 કલાક 45 મિનિટ સુધી ચાલ્યો. આ સાથે જ નડાલે કેરિયરનું 80મું ટાઇટલ પોતાના નામે કર્યું.
સ્ટેફાનોસે ફાઇનલ સુધીની સફ કરવા માટે ટોપ-10માં સામેલ ખેલાડીઓમાં ડોમિનિક થિએમ, નોવાક જોકોવિચ અને એલેક્જેન્ડર જ્વેરેવને પરાજય આપ્યો પરંતુ તે ટાઇટલ હાસિલ કરતા ચુકી ગયો.
સિનસિનાટી માસ્ટર્સમાંથી હટ્યો નડાલ
નડાલે ટાઇટલ જીત્યા બાદ નિવેદનમાં કહ્યું કે, ફિટનેસ બનાવી રાખવા માટે તેણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નડાલે કહ્યું, મને તે જાહેરાત કરતા દુખ છે કે આ વર્ષે સિનસિનાટીમાં નહીં રમું. ઉલ્લેખનીય છે કે આ મહિને યોજાનારા અમેરિકન ઓપનની તૈયારી માટે આગામી સપ્તાહે યોજાનારા ેટીપી સિનસિનાટી માસ્ટર્સમાંથી હટી ગયો છે.