ટેનિસઃ કોચ બાજિનથી અલગ થઈ વર્લ્ડ નંબર-1 નાઓમી ઓસાકા
ટાઇટલ જીત્યાના 16 દિવસ બાદ પોતાના કોચ સાચા બાજિનથી અલગ થઈ ગઈ છે. 21 વર્ષની ઓસાકાએ જર્મનીના બાજિનના માર્ગદર્શનમાં એક વર્ષની અંદર સતત બે ગ્રાન્ડસ્લેમ જીત્યા છે.
ટોક્યોઃ વિશ્વની નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યાના 16 દિવસ બાદ પોતાના કોચ સાચા બાજિનથી અલગ થઈ ગઈ છે. 21 વર્ષની ઓસાકાએ જર્મનીના બાઝિનના માર્ગદર્શનમાં માત્ર એક વર્ષની અંદર સતત બે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે.
ઓસાકાએ ટ્વીટ કરીને કહ્યું, હવે હું સાચાની સાથે વધુ કામ કરી શકીશ નહીં. તેમના કામ માટે હું આભાર માનું છું અને ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ આપુ છું. સેરેના વિલિયમ્સ, કેરોલિન વોઝનિયાકી અને વિક્ટોરિયા એજારેન્કા જેવી સ્ટાર ખેલાડીઓની સાથે કામ કરી ચુકેલા બાજિનને 2018માં વર્ષના સર્વશ્રેષ્ઠ WTA કોચ પસંદ કરવામાં આવ્યા હતા.
World Cup 2019: ટીમ ઈન્ડિયાના 'પેસ એટેક'માં આ 3 ખેલાડી, ચોથા સ્થાન માટે જંગ
બાઝિનના માર્ગદર્શનમાં ઓસાસાએ વર્ષ 2018ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 72માં નંબરથી કરી હતી અને એક વર્ષ બાદ તે વિશ્વની નિંબર-1 મહિલા ખેલાડી બની ગઈ છે. ઓસાકાએ કોચ બાઝિનથી અલગ થવાનું કોઈ કારણ જણાવ્યું છે.