IPL 2023 Final Tickets: IPL 2023 હવે ફાઇનલ તરફ આગળ વધી રહી છે. ફાઈનલ પહેલા શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટો ઘણા સમય પહેલા વેચાઈ ગઈ હતી. દર્શકો ફાઈનલ મેચની ટિકિટ માટે લડી રહ્યા છે. આ માટે સ્ટેડિયમ બહાર પ્રથમ દિવસે ભારે ભીડ એકઠી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો માસ્ટર સ્ટ્રોક ! રૂપાણીને આપ ગુજરાતમાં ફસાવવા ગઈને આ નેતાની દિલ્હીમાં એન્ટ્રી


IPLની 16મા સંસ્કરણની ફાઇનલ મેચ 28 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા 26 મેના રોજ યોજાનારી ક્વોલિફાયરમાં ફાઇનલમાં રમનારી બીજી ટીમ નક્કી કરવામાં આવશે. આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને મોટી મેચોની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફાઈનલની ટિકિટ માટે ધમાલ ચાલી રહી છે. 


બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે સોમનાથ મંદિર : આ છે સિક્રેટ


ફાઈનલ મેચ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટિકિટો થોડા જ સમયમાં વેચાઈ ગઈ. આ પછી IPL ચાહકો નિરાશ થયા હતા, પરંતુ જ્યારે 25 મેના રોજ ઑફલાઇન ટિકિટનું વેચાણ શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા.



ગુજરાત ભાજપ સંગઠનમાં પાટીલની સર્જરી : ડઝનેક નેતાઓ બદલાયા, નબળું પ્રદર્શન તો ઘરે બેસો


ઑફલાઇન ટિકિટ પણ લગભગ પૂરી 
આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટની પ્રારંભિક કિંમત 1000 રૂપિયા હતી. જ્યારે ઉપલા સ્તરના સ્ટેન્ડની ટિકિટની કિંમત રૂ. 2500 થી રૂ. 6000 સુધીની છે, ત્યારે IPLની ફાઇનલ મેચ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઑફલાઇન ટિકિટ વેચાણના પહેલા જ દિવસે મોટાભાગની સ્ટેન્ડ ટિકિટો વેચાઈ ગઈ હતી.


ગુજરાત ભાજપ સંગઠનમાં પાટીલની સર્જરી : ડઝનેક નેતાઓ બદલાયા, નબળું પ્રદર્શન તો ઘરે બેસો 


પેવેલિયન સીટ અને VIP સ્ટેન્ડ માટેની ટિકિટો પહેલેથી ઉપલબ્ધ નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 1 લાખ 32 હજાર દર્શકો બેસી શકશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. દર્શકો સ્ટેડિયમમાં ફાઈનલ મેચ જોવા ઈચ્છે છે. તો બીજી તરફ IPLના મેનેજમેન્ટ દ્વારા ફાઇનલ મેચને શાનદાર બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.


રોહિત શર્માએ અમદાવાદમાં GT ને હરાવવા ઘડયો આ ચક્રવ્યૂહ : મુંબઈ ઉતારશે ટ્રમ્પ કાર્ડ!


ત્રણ દેશોના બોર્ડ પ્રમુખ આવશે
આઈપીએલની ફાઈનલ મેચ માટે તમામ વીઆઈપી અને સેલિબ્રિટીની સાથે ત્રણ દેશોના બોર્ડ પ્રમુખ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. એશિયાના ત્રણ મોટા દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના વડાઓ 28 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે હાજર રહેશે. 


Brezza થી પણ ઓછી કિંમતમાં બજારમાં બુમ પડાવે છે આ SUV, રસ્તાઓ પર આ 5 ગાડીઓનો છે દબદબો


આ દેશોના બોર્ડ ચીફના આગમનની પુષ્ટિ ખુદ આઈપીએલ મેનેજમેન્ટે કરી છે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મીરવાઈઝ અશરફ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચીફ શમ્મી સિલ્વા સામેલ છે. BCCI સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એશિયા કપ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.


છેલ્લો IPL કપ જીતવાનું ધોનીનું સપનું રહી જશે અધુરું! જાણી લો કેવી છે વરસાદની આગાહી


ફાઈનલ માટે મેટ્રોની ખાસ તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોએ ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ મેટ્રો ફાયનલના દિવસે રાતે 1.30 વાગ્યા સુધી સેવાઓ આપશે. મુલાકાતીઓની સુવિધા માટે, મેટ્રોએ મેટ્રો મુસાફરી માટે રૂ. 25ની મેન્યુઅલ ટિકિટ પણ ઉપલબ્ધ કરાવી છે. આ વિશેષ ટિકિટ સાથે, મુલાકાતીઓ મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી અન્ય કોઈપણ સ્ટેશન પર મુસાફરી કરી શકશે. મેટ્રોએ એટલા માટે કર્યું છે કે એ દિવસે ટિકિટ માટે લાઈનો ન લાગે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ ક્વોલિફાયર મેચથી જ આ વ્યવસ્થા શરૂ કરી છે.


IPL 2023: ગુજરાત કે મુંબઈ, કોણ રમશે IPL 2023ની ફાઈનલ? દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી