Natasa Stankovic Instagram Story: ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છુટાછેડાના અહેવાલો હાલ મીડિયામાં હોટ ફેવરિટ બન્યા છે. જોકે, હજું સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. છૂટાછેડાની ચર્ચા સોશિયલ મીડિયા પર છે. આ તમામ વાતો વચ્ચે નતાશાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈક એવું પોસ્ટ કર્યું કે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. જોકે, નતાશાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર ઘણી બધી સ્ટોરી લગાવી છે, જેમાં એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નતાશાએ શું લખ્યું?
નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે પોતાના પુત્ર અગસ્ત્યની સાથે નજરે પડી રહી છે. તેની સાથે તેમણે એક અંગ્રેજી સોન્ગ પર લગાવ્યું છે. ત્યારબાદ બીજી બે સ્ટોરીઝમાં તે વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે. તેમણે થોડાક કલાકો પહેલા વધુ એક સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, જેમાં નતાશાએ લખ્યું, 'કોઈ રસ્તા પર આવવાનું છે'. આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં ડ્રાઈવિંગ સ્કૂલ મેનુઅલનું એક સાઈનબોર્ડ નજરે પડી રહ્યું છે. તેને લઈને સોશિયલ મીડિયા પર પ્રશંસકો રિએક્ટ પણ કરી રહ્યા છે.



નતાશાએ હટાવી સરનેમ
જોકે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી સરનેમ હટાવી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું કે નતાશા ઈન્સ્ટાગ્રામ પર પહેલા નામ નતાશા સ્ટેનકોવિક પાંડ્યા લખતી હતી, પરંતુ હવે નતાશાએ પાંડ્યા સરનેમ હટાવી દીધી છે. ત્યારથી એવા અહેવાલ મળી રહ્યા છે કે બન્ને વચ્ચે બરાબર ચાલી રહ્યું નથી.