બર્મિંઘમઃ 18 જૂનથી ભારત વિરૂદ્ધ રમાનરા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને બે ઝટકા લાગ્યા છે. ડાબી કોણીની ઈજાનો સામનો કરી રહેલ કેપ્ટન કેન વિલિયમસન ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કાલથી શરૂ થનાર બીજી ટેસ્ટથી બહાર થઈ ગયો છે. કીવી કેપ્ટન પહેલા સ્પિનર મિશેલ સેન્ટનર પણ આંગળીની ઈજાને કારણે આ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિટનેસથી સંઘર્ષ કરી રહ્યો છે કેપ્ટન કેન
સેન્ટરનને લોર્ડસમાં પાછલા સપ્તાહે પ્રથમ ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. આ ટેસ્ટ દરમિયાન વિલિયમસનને કોણીમાં ઈજા થઈ હતી. પરંતુ કેપ્ટન કેન લાંબા સમયથી પોતાની ફિટનેસને લઈ ચિંતિત છે. આ વર્ષની શરૂઆતમાં તે બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સિરીઝ પણ રમી શક્યો નહોતો. આઈપીએલના શરૂઆતી મુકાબલામાં પણ આ સ્ટાર ખેલાડી બહાર રહ્યો હતો. 


આ પણ વાંચોઃ ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજા અને ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને થયો ફાયદો


ટોમ લાથન કેપ્ટન
વિલિયમસનની ગેરહાજરીમાં ટીમનો વાઇસ કેપ્ટન ટોમ લાથમ આગેવાની કરશે. તે આ પહેલા જાન્યુઆરી 2020 અને ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટીમની કમાન સંભાળી ચુક્યો છે. ફાસ્ટ બોલર અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ છે. ન્યૂઝીલેન્ડની ટીમ અન્ય મુખ્ય બોલર ટિમ સાઉદી, નીલ વેગનર અને જેમિન્સનમાંથી કોઈને આરામ આપી શકે છે. તેમાંથી બે બોલરને આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જૈકબ ટફીને ટીમમાં તક મળી શકે છે. 


ફાઇનલની તૈયારી કરી રહી છે કીવી ટીમ
ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગૈરી સ્ટીડે બીજી મેચ પહેલા કહ્યુ- તે (બોલર) બધા સારી સ્થિતિમાં છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે આગામી મેચમાં રમશે. ડબ્લ્યૂટીસી ફાઇનલને ધ્યાનમાં રાખતે બોલરો ફ્રેશ રહે તે જરૂરી છે. અમે 20 ખેલાડી સાથે અહીં આવ્યા છીએ. અમારા ઘણા ખેલાડીને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ છે. તેથી અન્ય ખેલાડીને તક મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube