નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પણ શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમની ફેન હવે ત્યાંની પોલીસ પણ થઈ ગઈ છે. તેનો પૂરાવો આપતા એક મજાકિયા અંદાજમાં પોસ્ટ ન્યૂઝીલેન્ડ પોલીસે કરી છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. પોસ્ટમાં ન્યૂઝીલેન્ડ પોલીસે ભારતના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા પોતાના જ દેશની ટીમ પર ટકાક્ષ કર્યો છે. પોલીસની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે હળવા અંદાજમાં કહ્યું કે, કઈ રીતે ભારતીય ટીમે બંન્ને મેચોમાં યજમાનને ધૂળ ચટાવી છે. ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, પોલીસ અહીં રહેતા લોકોને દેશના ટૂર પર આવેલા એક ગ્રુપના કારનામાને જણાવીને તેને ચેતવણી આપવા ઈચ્છે છે. એવો રિપોર્ટ આવ્યો છે કે આ ગ્રુપે માસૂમ લાગતા ન્યૂઝીલેન્જવાસિઓને નેપિયર અને માઉનગેઈમાં શોષિત કર્યા છે. જો તમે તમારી સાથે ક્રિકેટ બેટ અને પછી બોલ લઈને જઈ રહ્યાં છે તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. આ પોસ્ટની સાથે ભારતીય ક્રિકેટ ટીમનો જૂનો ફોટો લગાવાયો છે, જેમાં કેએલ રાહુલ, સુરેશ રૈના અને બુમરાહ તથા આશીષ નહેરા દેખાઈ રહ્યાં છે. 



મહત્વનું છે કે, ભારત 5 મેચોની આ વનડે સિરીઝમાં અત્યારે 2-0થી આગળ ચાલી રહ્યું છે. ભારતે પ્રથમ મેચ 8 વિકેટ (ડીએલએસ)થી જીત્યો હતો. તો બીજી વનડેમાં ભારતને 90 રને જીત મળી હતી. આ ન્યૂઝીલેન્ડમાં ભારતની વનડેમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલાનો રેકોર્ડ 84 રનનો હતો. જે ભારતે 11 માર્ચ 2009માં હેમિલ્ટનમાં હાસિલ કર્યો હતો.