હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ચોથી વનડે મેચમાં જ્યારે ભારતીય ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ટ્રેન્ટ બોલ્ટે પાંચ વિકેટ ઝડપતા ભારતીય બેટ્સમેનોની કમર તોડી દીધી હતી. ભારતીય ટીમનો વનડે ક્રિકેટમાં આ સાતમો ન્યૂનતમ સ્કોર છે. ભારત તરફથી શુભમન ગિલે પર્દાપણ કર્યું તો રોહિત શર્માએ તેના કરિયરની 200મી મેચ રમી હતી. ભારતીય ટીમમાં શમીના સ્થાને ખલીલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો ન્યૂઝીલેન્ડે પણ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. 


એક યૂઝરે લખ્યું કે, જ્યારે વિરાટ કોહલીએ પોતાનું ટીવી ચાલુ કર્યું તો તેનું રિએક્શન આવું હતું. 



એક યૂઝરે લખ્યું કે, આ સમયે એમએસ ધોનીની કમી અનુભવાય રહી છે. 



એક યૂઝરે લખ્યું કે, હવે તમને ખ્યાલ આવી ગયો કે ધોની આ પરિસ્થિતિઓમાં કેમ ધીમું રમે છે. 



એક વ્યક્તિએ ટ્વીટ કરીને કહ્યું કે, આ પરિસ્થિતિમાં એમ એસ ધોનીની સૌથી વધુ જરૂર હતી. ભલે તે ધીમુ રમે પરંતુ ટીમને સ્થિરતા પ્રદાન કરે છે. 




જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેએ લખ્યું કે, ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ જોઈને એક શબ્દ કરી શકાય છે તે છે સનસનીખેજ બોલિંગ. 



પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ લખ્યું કે, ટ્રેન્ટ બોલ્ટના 10 ઓવરના સ્પેલે ભારતીય બેટિંગની કમર તોડી દીધી. પરંતુ અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક જે રીતે આઉટ થયા, તેનાથી દુખ થયું. તેણે ખરાબ શોટ્સ રમ્યા.