India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....
ઓકલેન્ડ ટી20 (Auckland T20I) કોમ્પિટિશનમાં ભલે ભારત 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વિરુદ્ધ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જે ભારત માટે નુકસાનદાયક સાબિત થઈ શક્તી હતી. ઓન ફિલ્ડ અમ્પાયર મનીષ પાંડેની ભૂલ પર ધ્યાન ન આપી શક્યા. નહિ તો ભારતને પાંચ રનની પેનલ્ટી પણ લાગી શક્તી હતી.
નવી દિલ્હી :ઓકલેન્ડ ટી20 (Auckland T20I) કોમ્પિટિશનમાં ભલે ભારત 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વિરુદ્ધ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જે ભારત માટે નુકસાનદાયક સાબિત થઈ શક્તી હતી. ઓન ફિલ્ડ અમ્પાયર મનીષ પાંડેની ભૂલ પર ધ્યાન ન આપી શક્યા. નહિ તો ભારતને પાંચ રનની પેનલ્ટી પણ લાગી શક્તી હતી.
કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....
મેચમાં ભારતની ફિલ્ડીંગ દરમિયાન મીનષ પાંડે મિડવિકેટની દિશામાં ઉભા હતા. મનીષ પાંડે બોલને પકડવાથી ચૂકી ગયા હતા અને બોલ પાછળ જતો રહ્યો હતો. મનીષ પાંડેએ બેટ્સમેનને એવુ દર્શાવ્યું કે, તેમણે બોલ પકડી લીધો છે. તેમણે બોલને બોલર જસપ્રતી બુમરાહ તરફ ફેંકવાનો ઈશારો કર્યો, જ્યારે કે બોલ પાછળ જઈ રહી હતી.
Aadhaar અને Voter IDને લઈને મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
શું કહે છે નિયમ
આઈસીસીના નિયમ અંતર્ગત, ફિલ્ડર જો બોલને પકડી પાડવાથી ચૂકી જાય છે, તો તેઓ તેને ફેંકવાનું નાટક કરીને રન માટે ભાગી રહેલા બેટ્સમેનને ભ્રમિત ન કરી શકે. જો તેઓ આવુ કરે છે તો અમ્પાયર બેટિંગ કરનારી ટીમને પાંચ વધારાના રન આપી શકે છે.
ઓકલેન્ડ ટી20માં બંને ઓનફીલ્ડ અમ્પાયર્સ મનીષ પાંડેની આ હરકતને જોવાથી ચૂકી ગયા છે, જેનો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે. આ હાઈ સ્કોરિંગ મેચમાં જો ન્યૂઝીલેન્ડને આ રીતે પાંચ રન મળી જતા તો તે ભારત માટે ઘાતક સાબિત થઈ શક્યુ હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સ્પોર્ટસના સમાચાર જાણવા માટે કરો ક્લિક