Aadhaar અને Voter IDને લઈને મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

નાગરિકતા સંશોધન કાયદો તેમજ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બાદ દેશભરમાં ઓળખ સંબંધી દસ્તાવેજોને લઈને મોટી જંગ ચાલી રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે, સરકાર આધાર કાર્ડ (Aadhaar) ને ઈલેક્શન કાર્ડ (Voter ID)  સાથે જોડવાની તૈયારી કરી રહી છે. તેને કમ્પલસરી બનાવવા માટે સરકાર કાયદો લાવી શકે છે. કાયદા મંત્રાલયે આ વિશે ઈલેક્શન પંચ તરફથી મળેલા સૂચન પર વિચાર કરતા તેને માની લીધું છે. મંત્રાલય હવે આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. 
Aadhaar અને Voter IDને લઈને મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદો તેમજ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બાદ દેશભરમાં ઓળખ સંબંધી દસ્તાવેજોને લઈને મોટી જંગ ચાલી રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે, સરકાર આધાર કાર્ડ (Aadhaar) ને ઈલેક્શન કાર્ડ (Voter ID)  સાથે જોડવાની તૈયારી કરી રહી છે. તેને કમ્પલસરી બનાવવા માટે સરકાર કાયદો લાવી શકે છે. કાયદા મંત્રાલયે આ વિશે ઈલેક્શન પંચ તરફથી મળેલા સૂચન પર વિચાર કરતા તેને માની લીધું છે. મંત્રાલય હવે આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. 

કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....

મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, કાયદા મંત્રાલય જનપ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક ચેન્જિસ કરવાની તૈયારી કરી રહ્યું છે અને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ સમિતિની સામે સંશોધન રજૂ કરવામાં આવશે. જેથી આ સંબંધિત એક બિલ બનાવવામાં આવે અને તેને સંસદમાં રજૂ કરવામાં આવી શકે.

જનપ્રતિનિધિ કાયદામાં સંશોધન બાદ નાગરિકોની ગુપ્તતા નક્કી કરતા 12 અંકના આધારની સાથે પોતાના ઈલેક્ટોરલ ફોટો આઈડી કાર્ડ (Aadhaar and Voter ID) ને જોડવાની જરૂર રહેશે. હાલ કાયદા મંત્રી આ મામલાની દરેક બાબતને બારીકાઈથી ચકાસી રહ્યાં છે, જેમાં કોઈ પણ વ્યક્તિની માહિતી, ડેટા ચોરી ન થવાના ખતરાને પરખવામાં આવશે. મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે,  તે કેબિનેટ નોટ ક્યારે રજૂ કરવામાં આવશે, તેની અંતિમ તારીખ હજી પણ નક્કી નથી. પરંતુ આશા છે કે બજેટ સત્રમાં આ કાયદો આવી શકે છે. 

નાગરિકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને 12 અંકના આધારની સાથે પોતાના ઈલેક્શન ફોટો આઈડી કાર્ડને જોડવાની જરૂર પડશે. એક અધિકારીએ જણાવ્યું કે, મંત્રાલય ઈલેક્શન કાયદાને સંશોધિત કરવા હાલ કેબિનેટ નોટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news