નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બિનહરીફ બીસીસીઆઈનો આગામી અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. પ્રશાસકોની નવી ટીમ 23 ઓક્ટોબર પોત-પોતાનું પદ સંભાળશે. અધ્યક્ષ બનવાથી ગાંગુલીને ઓછામાં ઓછા 7 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો હશે કારણ કે તેણે સપ્ટેમ્બર 2020 બાદ કુલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

47 વર્ષીય ગાંગુલી હાલ કોમેન્ટ્રી પણ કરે છે અને કોમર્શિયલ જાહેરાતો સાથે પણ જોડાયેલો છે. આ કારણે તેણે બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી મોટી રકમનું નુકસાન થશે. ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 2003ના વિશ્વકપમાં રનર્સઅપ રહી હતી. તેને ખુબ આક્રમક કેપ્ટન ગણવામાં આવતો અને તે પોતાના નિર્ણય પર અડિગ રહેતો હતો. 


માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના હાલના અધ્યક્ષ ગાંગુલીએ બીસીસીઆઈનું પ્રમુખ પદ સંભાળવાથી કોમેન્ટ્રી છોડપી પડશે. એટલું જ નહીં, તેણે મીડિયા કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કરારને પણ સાઇડ પર રાખવા પડશે. તે બીસીસીઆઈના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ રહી શકશે નહીં. તે કોમર્શિયલ જાહેરાત સિવાય આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે પણ જોડાયેલા રહ્યાં છે. 

ફિલ્મમાં પર્દાપણ કરવા જઈ રહ્યાં છે ઇરફાન પઠાણ અને હરભજન સિંહ

ગાંગુલીની ઉમેદવારી દરમિયાન શ્રીનિવાસન, રાજીવ શુક્લા અને નિરંજન શાહ હાજર રહ્યાં હતા. આવું પ્રથમ વખત જોવા મળ્યું કે, જ્યારે બોર્ડના જૂના પ્રશાસક કોઈ એક ઉમેદવાર માટે સાથે આવ્યા હોય. ગાંગુલીએ ઉમેદવારી કર્યાં બાદ કહ્યું, 'મારી પ્રથમ પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને જોવાની રહેશે. મે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ને આગ્રહ કર્યો હતો, પરંતુ મારી વાત સાંભળવામાં આવી નહતી.'