ફિલ્મમાં પર્દાપણ કરવા જઈ રહ્યાં છે ઇરફાન પઠાણ અને હરભજન સિંહ

ક્રિકેટમાં ધમાકો કર્યા બાદ હવે ઇરફાન પઠાણ અને હરભજન સિંહ સિનેમાની દુનિયામાં પર્દાપણ કરવાના છે. ટૂંક સમયમાં તે તમિલ ફિલ્મમાં એક્શન કરતા જોવા મળી શકે છે. તે અજય ગનનમુથુની ફિલ્મ 'વિક્રમ-58'મા જોવા મળી શકે છે. 
 

ફિલ્મમાં પર્દાપણ કરવા જઈ રહ્યાં છે ઇરફાન પઠાણ અને હરભજન સિંહ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ધમાકો કર્યા બાદ હવે ઇરફાન પઠાણ અને હરભજન સિંહ સિનેમાની દુનિયામાં પર્દાપણ કરવાના છે. ટૂંક સમયમાં તે તમિલ ફિલ્મમાં એક્શન કરતા જોવા મળી શકે છે. તે અજય ગનનમુથુની ફિલ્મ 'વિક્રમ-58'મા જોવા મળી શકે છે. 

ઇરફાન પઠાણે ટ્વીટર પર વીડિયો શેર કરતા લખ્યું, 'નવુ કામ, નવો પડકાર, આગળ તેના પર નજર' આ સિવાય હરભજન સિંહ પણ કાર્તિક યોગીની ફિલ્મ 'ડિક્કીલૂન'મા પર્દાપણ કરવાનો છે. સિંહે ટ્વીટ કર્યું, 'તમિલ સિનેમાની સાથે મારો પરિચય, ટીમનો આભાર. આ તેવા સંબંધ છે જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય.'

— Irfan Pathan (@IrfanPathan) October 14, 2019

મહત્વનું છે કે ઇરફાન પઠાણે 2012થી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. છેલ્લે તેણે શ્રીલંકા વિરુદ્ધ ટી20 મેચ રમી હતી. હરભજન સિંહ બાદ ઇરફાન પઠાણ એવો ભારતીય બોલર છે જેણે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી છે. પઠાણે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને 100  વિકેટ ઝડપી હતી. આ સિવાય 102 વનડેમાં તેના નામે 173 વિકેટ છે. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 14, 2019

હરભજન સિંહ 2016 સુધી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો રહ્યો હતો. ઓફ સ્પિનરે કુલ 236 વનડે મેચ રમી હતી. આ સિવાય તે 103 ટેસ્ટ અને 28 ટી20 મેચમાં ટીમનો સભ્ય રહ્યો હતો. ટેસ્ટમાં તેને 417 સફળતાઓ મળી અને વનડેમાં તેના નામે 260 વિકેટ છે. 39 વર્ષીય હરભજન સિંહ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news