સિડનીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ગુરૂવારે સિડનીમાં રમાનારી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખવાના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આગ્રહને ઠુકરાવી દીધો છે. ગુરૂવારે રમાનારી સેમિફાઇનલમાં ભારતે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ યજમાન ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ બપોરે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેથી બંન્ને મેચો પર ખતરો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ કેવિન રોબર્ટ્સે બુધવારે ખુલાસો કર્યો કે, ટૂર્નામેન્ટમાં નિયમો પ્રમાણે આઈસીસીએ રિઝર્વ દિવસના આગ્રહને ઠુકરાવી દીધો છે. 


'એસઈએન' રેડિયો સ્ટેશને રોબર્ટ્સના હવાલાથી કહ્યું, 'અમે સવાલ પૂછ્યો હતો (રિઝર્વ દિવસને લઈને).' તેમણે કહ્યું, 'આ રમતની નિયમોનો ભાગ ન હતો અને અમે તેનું સન્માન કરીએ છીએ. અમે આશાવાદી છીએ કારણ કે એસસીજીમાંથી પાણી કાઢવાની સિસ્ટમ સારી છે અને હવામાનની ભવિષ્યવાણી જો સારી નથી, તો ખુબ ખરાબ પણ નથી.


ટૂર્નામેન્ટ માટે આઈસીસીના નિયમો અનુસાર ઓછામાં ઓછી 20 ઓવરોની મેચ રમાવી જોઈએ અને પ્રત્યેક ટીમે 10 ઓવર રમી હોય. રોબર્ટ્સે કહ્યું, 'અમે આશાવાદી છીએ અને વિભિન્ન સ્થિતિ માટે યોજના બનાવી રહ્યાં છીએ, પરંતુ મહત્વપૂર્ણ છે કે પોતાની ટીમને 20 ઓવરની મેચ પૂરી ન થવાની સ્થિતિમાં 10 ઓવર, 12 ઓવર, 18 ઓવર કે જે પણ હોય તે સ્થિતિ માટે તૈયાર રાખીએ.'


women t20i world cup: ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય ટીમ


પરંતુ મીડિયામાં આવેલા રિપોર્ટ્ અનુસાર આઈસીસીના પ્રવક્તાએ આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, તેનાથી ટૂર્નામેન્ટ લાંબી ખેંચવી પડે. 


જો બંન્ને સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ્દ થાય કે ધોવાય તો ભારત અને આફ્રિકા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રવિવારે રમાનારી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે, કારણ કે બંન્ને ટીમો પોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર