કોરોનાને કારણે રમત પર બ્રેક, શૂટર અભિષેક વર્મા ફરી શરૂ કરશે વકીલાત
શૂટિંગ વિશ્વકપમાં બે ગોલ્ડ મેડલ જીતી ચુકેલા પિસ્તોલ શૂટર અભિષેક વર્માના પિતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ છે. રમત શરૂ ન થવાને કારણે અભિષેકે વકીલાત ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ ખતરનાક કોરોના વાયરસ મહામારીને કારણે રમત ઠપ્પ થવાથી જાણીતા શૂટર અભિષેક વર્મા ફરીથી વકીલાત કરવાનું મન બનાવી રહ્યો છે. વર્માને વકીલાત અને શૂટિંગ વચ્ચે તાલમેલ બેસાડવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. કમ્પ્યૂટર સાયન્સમાં બીટેક અભિષેક વર્મા સાઇબર ગુનાઓ સાથે જોડાયેલા મામલા પર કામ કરવા ઈચ્છે છે.
શૂટિંગ વિશ્વકપમાં બે ગોલ્ડ મેડલ જીતુ ચુકેલ વર્મા છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પીટીઆઈને કહ્યુ, પહેલા હું ઓલિમ્પિક બાદ વકીલાત ફરી શરૂ કરવા ઈચ્છતો હતો પરંતુ હવે આ ગેમ્સને એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. તેથી મેં આ વર્ષથી વકીલાત કરવાનો નિર્ણય લીધો છે.
સચિનની પત્નીનું છે બ્રિટિશ કનેક્શન, આ ક્રિકેટર્સે પણ કર્યા વિદેશી મહિલાઓ સાથે લગ્ન
મહામારીને કારણે ચંડીગઢમાં પોતાના ઘરમાં રહેતો વર્માએ ઘરની અંદર જીમ બનાવી રાખ્યું છે. તેણે કહ્યુ, હું લૉકડાઉન દરમિયાન અને ત્યારબાદ બે વાર ઘરની બહાર નિકળ્યો છું. એકવાર મારા ચશ્મા બનાવવા અને બીજીવાર જીમના સાધનો ખરીદવા માટે. આ સિવાય તે યોગ અને ધ્યાન પર ઘણો સમય આપી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube