નવી દિલ્હીઃ સંજૂ સેમસન પોતાના કરિયરમાં ઘણીવાર નિરાશાનો સામનો કરવો પડ્યો અને હવે તેને ઉતાર ચઢાવથી કોઈ મુશ્કેલી થતી નથી. ચાર વર્ષના ગાળા બાદ ભારતીય ટીમમાં વાપસી કરનાર આ ખેલાડી 'પરફેક્ટ બેટ્સમેન' બનવાનો પ્રયત્ન પણ કરતો નથી. સેમસને ભારત માટે એકમાત્ર મેચ જુલાઈ 2015મા ટી20ના રૂપમાં રમી હતી જ્યારે ઓછી અનુભવી ટીમે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તે 19 વર્ષનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદથી વિકેટકીપર બેટ્સમેન માટે સફર ઉતાર ચઢાવ ભરી રહી છે જેને ગેરશિસ્તના આધાર પર  કેરલ ટીમમાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સતત સારૂ પ્રદર્શન પણ ન કરી શક્યો અને  વચ્ચે તેની ફિટનેસ પણ સારી ન રહી. આ દરમિયાન તેણે સારી ઈનિંગો પણ રમી હતી. આ પ્રકારની એક ઈનિંગમાં તેણે આ મહિને વિજય હજારે ટ્રોફીમાં અણનમ 212 રન બનાવ્યા હતા. 


ઘણીવાર રહ્યો નિષ્ફળ, કમબેક કરવાનું જાણું છું
સેમસન હવે 24 વર્ષનો છે અને તેણે ગુરૂવારે કહ્યું, 'તમે યોગ્ય કહ્યું કે, આ મારા માટે ઉતાર ચઢાવ ભરી સફર રહી. જો તમારૂ કરિયર સુરક્ષિત અને સરળ માર્ગ વાળુ રહે તો તમે ખુબ ઓછી વસ્તુ શીખો છો. મેં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ઘણી વસ્તુ શીખી છે અને જો તમે ઘણીવાર નિષ્ફળ થાવ તો તમે જાણો છો કે ફરી કેમ વાપસી કરી શકાય અને સફળ બની શકાય. હું મારી જિંદગીમાં ઘણીવાર નિષ્ફળ રહ્યો છું અને તેથી હું જાણું છું કે કેમ સારૂ પ્રદર્શન કરી શકાય. આ મારા માટે ફાયદાની વસ્તુ રહી છે.'

ઓસ્ટ્રેલિયાનો પીએમનો અનોખો અંદાજ, મેચ દરમિયાન ખેલાડીઓ માટે પાણી લઈને પહોંચ્યા મેદાનમાં


મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ સહિત ઘણા લોકોએ સેમસનની પ્રશંસા કરી, પરંતુ પ્રદર્શનમાં સાતત્યની ઉણપ તેની વિરુદ્ધ જતી રહી. દિનેશ કાર્તિકની વાપસી બાદ રિષભ પંતના આવવાથી તે છેલ્લા બે વર્ષમાં ભારતની નિર્ધારિત ઓવરોની ટીમથી બહાર રહ્યો હતો. કોહલીને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝથી બાર રાખવામાં આવ્યો છે, જેથી સેમસનના નિષ્ણાંત બેટ્સમેન તરીકે રમવાની આશે છે, જેમાં પંત વિકેટકીપિંગ કરશે. 


મને કોઈ વાતનો પસ્તાવો નથી
પહેલા સેમસનને ખુદ પાસે ઘણી ઉંચી આશા રહેતી હતી પરંતુ હવે આમ નથી. તેણે કહ્યું, 'મને કોઈ પસ્તાવો નથી. ઘણા ઉતાર ચઢાવ રહ્યાં છે. મને મારાથી ઘણી આશાઓ રહેતી હતી કે મારૂ સારૂ પ્રદર્શન કરવાની જરૂર હતી. પરંતુ હવે હું સમજી ગયો છું કે દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે અને તમારે તમારી તકની સંયમથી રાહ જોવાની હોય છે.'