ઓસ્ટ્રેલિયાનો પીએમનો અનોખો અંદાજ, મેચ દરમિયાન ખેલાડીઓ માટે પાણી લઈને પહોંચ્યા મેદાનમાં
વડાપ્રધાનના આ કાર્યને જોઈને મેદાન પર રહેલા તમામ ખેલાડીઓ ચોંકી ગયા હતા. પીએમ સ્કોટ મોરિસને મેદાન પર જઈને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. શ્રીલંકાની ટીમ વિરુદ્ધ પ્રાઇમ મિનિસ્ટર ઈલેવને આ મેચ એક વિકેટે જીતી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ખેલ ભાવનાની અનોખી મિસાલ રજૂ કરી છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન વડાપ્રધાને તે કામ કર્યું, જેનો જોઈને બધા ચોંકી ગયા હતા. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી સિરીઝ પહેલા શ્રીલંકાનો સામનો પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સાથે થઈ રહ્યો હતો. શ્રીલંકાની ટીમની બેટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન પોતાની ટીમ માટે મેદાન પર ડ્રિંક્સ લઈને આવ્યા હતા.
વડાપ્રધાનના આ કાર્યને જોઈને મેદાન પર રહેલા તમામ ખેલાડીઓ ચોંકી ગયા હતા. પીએમ સ્કોટ મોરિસને મેદાન પર જઈને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. શ્રીલંકાની ટીમ વિરુદ્ધ પ્રાઇમ મિનિસ્ટર ઈલેવને આ મેચ એક વિકેટે જીતી હતી.
Australian Prime Minister doing the water boy duties during today's Sri Lanka Vs Australia PMs XI T20 game. 🇱🇰🏏 pic.twitter.com/zusY5gem5Q
— Rezmie Fawzi (@imrezmie) October 24, 2019
આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ઓશાડા ફર્નાન્ડો (38) અને વાનિંદૂ હસરંગા (26)ની મદદથી 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 131 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનની ટીમે હેરી નિલ્સન (79)ની શાનદાર અડધી સદીની મદદથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
મહત્વનું છે કે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ 27 ઓક્ટોબરથી રમાશે. આ સિરીઝનો બીજો મુકાબલો 30 અને અંતિમ મેચ 1 નવેમ્બરે રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે