ન્યૂયોર્કઃ નોવાક જોકોવિચ  (Novak Djokovic)  યૂએસ ઓપન (Djokovic disqualifies from US Open) માંથી અવિશ્વસનીય રૂપથી બહાર થઈ ગયો છે. તેણે ભૂલથી ટેનિસ બોલ એક લાઇન જજના ગળા પર મારી દીધો. રવિવારે ચોથા રાઉન્ડના મુકાબલામાં થયેલી આ ઘટના બાદ જોકોવિચની 29 મેચથી ચાલી આવી રહેલી જીતની સફર સમાપ્ત થઈ ગઈ હતી. સાથે તે પોતાનું 18મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાથી પણ ચુકી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જોકોવિચ પાબ્લો કેરોના બસ્ટા સામે 5-6થી પ્રથમ સેટમાં પાછળ ચાલી રહ્યો હતો. પોઈન્ટ હાર્યા બાદ જોકોવિચે બોલને ગુસ્સામાં પોતાની પાછળ માર્યો જે પાછળ ઉભેલી લાઇન જજને વાગ્યો હતો. બોલ વાગતા તે પડી ગઈ. જોકોવિચ દોડીને તેની પાસે ગયો. 10 મિનિટ બાદ ચેર અમ્પાયર, ટૂર્નામેન્ટ રેફરી સોરન ફ્રીમલ અને ગ્રાન્ડસ્લેમ સુપરવાઇઝરે જોકોવિચ સાથે વાત કરી. આખરે જોકોવિચ બસ્ટા સાથે હાથ મિલાવીને કોર્ટથી બહાર ચાલ્યો ગયો હતો. 


સર્બિયાના ખેલાડી જોકોવિચે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ ઘટનાને લઈને દુખ જાહેર કર્યુ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, 'આ ઘટનાએ મને દુખી રહ્યો છે. મેં લાઇનપર્સન સાથે વાત કરી અને અધિકારીએ મને જણાવ્યું કે, ઈશ્વરનો આભાર છે કે તેને સારૂ છે. તેને આટલું દુખ પહોંચાડવા માટે મને ખુબ અફસોસ છે. મેં જાણી જોઈને કર્યું નથી. પરંતુ આ ખોટું હતું. તેની નિજતાનું સન્માન કરવા માટે હું નામનો ખુલાસો કરીશ નહીં.'


IPL ઈતિહાસઃ જ્યારે કે એલ રાહુલે મારી ટૂર્નામેન્ટની સૌથી ઝડપી ફિફ્ટી

બસ્ટાએ મેચ બાદ કહ્યુ, 'આ થોડું શોકિંગ હતું ને? જોકોવિચ મીડિયા સાથે વાત કર્યા વગર બહાર ચાલ્યો ગયો. બસ્ટાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું જોકોવિચને રમવા દેવાની જરૂર હતી, તો તેણે કહ્યું, જુએ નિયમ આખરે નિયમ હોય છે.... મેચ રેફરી અને સુપરવાઇઝરે યોગ્ય નિર્ણય કર્યો, પરંતુ તે સરળ નહતું.'


સર્બિયાના ખેલાડીને આ વખતે યૂએસ ઓપનનો ખુબ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો હતો કારણ કે કટ્ટર હરીફ રોજર ફેડરર અને રાફેલ નડાલ આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં નથી. ફેડરરના નામે 20 તો નડાલના નામે 19 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તેવામાં જોકોવિચની પાસે પોતાનું 18મું ગ્રાન્ડસ્લેમ જીતવાની સૂવર્ણ તક હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર